National

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ડાવોસ સમિટ આજથી શરૂ થશે: મોદી પણ સંબોધન કરશે

વિશ્વ આર્થિક મંચની છ દિવસ ચાલનારી ડાવોસ એજન્ડા સમિટ રવિવારથી શરૂ થશે. આ વખતે આ શિખર પરિષદ ઓનલાઇન યોજાશે અને તેને જેઓ સંબોધન કરનાર છે તેવા વિશ્વના અગ્રણી નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ ઝી જિનપિંગનો પણ સમાવેશ થાય છે.

જેને આ નવા વર્ષની પ્રથમ મોટી વૈશ્વિક સમિટ કહી શકાય તેવી આ સમિટમાં ૧૦૦૦ કરતા વધુ વિશ્વ નેતાઓ ભાગ લેશે જેમાં અનેક દેશો અને સરકારોના વડાઓ તથા મોટી કંપનીઓના સીઇઓઝ તથા વડાઓ, બહુપક્ષીય સંગઠનોના વડાઓ, શિક્ષણ જગત અને સમાજ જીવનના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ શિખર પરિષદ આ વખતે રોગચાળાના સંજોગોમાં ઓનલાઇન જ યોજાશે.

તેમાં કોવિડ-૧૯ના રોગચાળા પછીના આર્થિક, પર્યાવરણીય, સામાજીક અને ટેકનોલોજીકલ પડકારોની ચર્ચા કરવામાં આવશે. આ પરિષદને વડાપ્રધાન મોદી સંબોધશે, તે ઉપરાંત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન અને પેટ્રોલિયમ તથા સ્ટીલ મંત્રી ધર્મેન્દ પ્રધાન તથા ભારતના બિઝનેસ અગ્રણીઓ જેવા કે આનંદ મહિન્દ્રા, સલીલ પારેખ તથા શોભના કામીનેની વગેરે પણ ભારતમાંના પ્રવચનકારો રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top