બોરસદ: બોરસદ શહેરમાં ટાઉન હોલ નજીક શનિવારે સવારના સાડા સાત વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરી ઘરે પરત જઇ રહેલા યુવક પર ૧૦ થી ૧૫ જેટલા બુકાનીધારીઓ ઘાતક શસ્ત્રો સાથે હુમલો કરી એક યુવકનો હાથ કાપી નાખી તેમજ પગમાં અને શરીરે ચક્કા ના ઘા મારી ગંભીર જીવલેણ હુમલો કરી, ઘાતક ઈજાઓ કરી હત્યા નો પ્રયાસ કરી નાસી ભાગી છૂટયા હતા જે બાબતે બોરસદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોરસદ શહેરના વાડી વિસ્તારમાં રહેતો હારુંનમિયા વજીર મિયા મલેક શનિવાર સવારે મહાદેવ રોડ પર આવી દૂધની ડેરી માં દૂધ ભરવા ગયો હતો અને દૂધ ભરીને પોતાના એકટીવા લઇ પરત આવી રહ્યો હતો.
ત્યારે હુમલાખોરો તેને રસ્તામાં રોકી અને ઘાતક શસ્ત્રો સાથે હુમલો કર્યો હતો. જેને લઈને હારૂનમિયા એકટીવા સાથે રોડ પર પડ્યો હતો અને પછી ત્યાં તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેણે બચવાનો પ્રયાસ કરી પુરુષોત્તમ નગર સોસાયટી તરફ દોટ મૂકી .
જોકે બુકાનીધારીઓ તેને સોસાયટીના માર્ગ પર પાડી દઈ બહાર હારૂનમિયા ના હાથમાં અને પગના ભાગે ઘાતક શસ્ત્રો ઝૂકીને ડાબા હાથની કોણી કાપી કાઢી હતી.જ્યારે પગના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ ઢળી પડ્યો હતો આ ઘટનાને લઇને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
જેથી હુમલાખોરો યુવકની હત્યાનો પ્રયાસ કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલ હતા. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બોરસદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો યુવક પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાની ઘટનાને લઇને શહેરમાં ચકચાર મચી પામવા ચકચાર મચી પામી છે.
આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.