આણંદ: આણંદ શહેરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે અટલ સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગરબે ઘુમતી અસંખ્ય હિન્દુ બહેનો – માતાઓની સેવા કરવામાં આવી રહી છે. સામાજિક કાર્યકર પિંકલ ભાટિયા તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ સ્થાનો પર અટલ સહાય કેન્દ્ર નામથી સ્ટોલ લગાવી તથા હેલ્પ લાઇન નં. 7096307515 શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગરબા સમયે પડતી નાની મોટી મુશ્કેલીઓ માં સેવા આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આ અંગે પિંકલ ભાટિયાએ જણાવ્યું કે, મા અંબેની આરાધનામાં ગરબે ઘૂમતી બહેનોની સેવા શ્રેષ્ઠ ધર્મકાર્ય છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ આણંદમાં અલગ અલગ સ્થાનો પર અટલ સહાય કેન્દ્રો શરૂ કર્યા છે.. કુલ 5 સહાય કેન્દ્રો છે. જેમાં દરરોજ કેન્દ્ર સહ મોટી સંખ્યામાં યુવાનો સેવા આપે છે. અત્યાર સુધીમાં 134 હિન્દુ બહેનોને નાની મોટી સહાય પહોંચાડવામાં આવી છે. કુલ 100થી વધુ યુવાનો આખી રાત સેવાકાર્યમાં જોડાયેલા છે. બહેનોને પડતી નાની મોટી મુશ્કેલીના નિવારણ તથા વિધર્મીની કનડગતને નિવારવા કેન્દ્રો શરૂ કર્યા છે.
વધુમાં તેઓએએ જણાવ્યું કે, પોતાના વ્યક્તિગત મોજ શોખ નેવે મૂકી જે રીતે યુવાનો હિન્દુ બહેનોની સેવામાં ઉતર્યા છે. તે માટે એ યુવાનોને વંદન અભિનંદન પાઠવું છું. ઉપરોક્ત સેવા કાર્યમાં મોટી સંખ્યામાં આણંદના યુવાનો કાર્યરત છે. યુવાઓના સરાહનીય કાર્યને પ્રોત્સાહન આપવા સામાજિક તથા રાજકીય આગેવાનો આરએસએસ અગ્રણી હરેશભાઈ સાની, જગદીશભાઈ ચાવડા, પ્રદીપભાઈ ઉપાધ્યાય, કેશવભાઈ કામલીયા, ભાવેશભાઈ સુતરીયા, વિશ્વ હિન્દુ પરિષદના ઉમેશભાઈ ઠક્કર, સોનુભાઇ, પ્રકાશભાઈ, યોગેશભાઈ, બજરંગદળના આકાશભાઈ રાવ, ગૌરક્ષા દળના પ્રકાશભાઈ રાજપૂત, ભાજપા મહિલા મોરચાના અગ્રણી અલ્પાબેન વિગેરે હાજર રહ્યાં હતાં.