National

પદ્મ પુરસ્કારથી 131 હસ્તિઓ સમ્માનિત: ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, રોહિત શર્મા પદ્મશ્રીથી સમ્માનિત

રવિવારે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે ૨૦૨૬ માટે ૧૩૧ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિવંગત નેતા શિબુ સોરેન અને ગાયિકા અલકા યાજ્ઞિક સહિત તેર હસ્તીઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન ક્રિકેટર રોહિત શર્મા અને પ્રવીણ કુમાર, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને હોકી ખેલાડી સવિતા પુનિયા સહિત 131 હસ્તીઓને પદ્મ શ્રીથી સન્માનિત કરાશે.

સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, ૧૩ને પદ્મ ભૂષણ અને ૧૧૪ને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ અપાશે જ્યારે ઝારખંડ રાજ્યના નિર્માણ માટે ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નેતા શિબુ સોરેનને મરણોત્તર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

ધર્મેન્દ્ર સહિત પાંચ લોકોને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા
અભિનેતા ધર્મેન્દ્રને કલા માટે પદ્મ વિભૂષણ અને વી.એસ. અચ્યુતાનંદનને મરણોત્તર સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો હતો. કેરળના કે.ટી. થોમસને સામાજિક કાર્ય માટે પદ્મ વિભૂષણ અને પી. નારાયણનને સાહિત્ય અને શિક્ષણ માટે એવોર્ડ અપાશે. ઉત્તર પ્રદેશના એન. રાજમને કલા માટે પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે.

Most Popular

To Top