મુંબઈ. પુણે પોલીસે 2 ફેબ્રુઆરીએ 11 વર્ષીય છોકરાની હત્યા (MURDER)ના કેસમાં 13 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. છોકરાની ડેડબોડી ગત મહિનાની 31 મી તારીખે પુણેના કોથરૂદ વિસ્તારમાં મળી હતી. પુણે પોલીસના ઝોન -3 ના પોલીસ-કમિશનર(POLICE COMMISSIONER), પુનિમા ગાયકવાડે કહ્યું, “આરોપી છોકરો સગીર છે, અમે તેની ધરપકડ કરી છે. કારણ કે તે સગીર છે, અમે તેના વિશે વધુ માહિતી આપી શકતા નથી.”
મૃતક બાળકનો મૃતદેહ પૌડ રોડ નજીક ખુલ્લા મેદાન (GROUND)માં મળી આવ્યો હતો, ત્યારબાદ બાળકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તેનો પુત્ર 29 જાન્યુઆરીની સાંજે ઘરે પરત ન આવ્યો ત્યારે મહિલા પહેલીવાર પોલીસ પાસે પહોંચી હતી. બે દિવસ પછી, 31 જાન્યુઆરીએ, બાળકની લાશ મળી. મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી છોકરાએ હત્યાની ઘટનાને દુષ્ટ રીતે અંજામ આપવાનું કૃત્ય આચર્યું હતું, જે ફિલ્મ ‘દ્રશ્યમ’ જેવી જ ઘટના હતી. માટે પોલીસે જણાવ્યું કે છોકરાએ આ ફિલ્મ ડાઉનલોડ કરી અને ઘણી વાર જોઈ (AFTER WATCHING MOVIE)અને પછી જ ગુનો કર્યો છે.
મૃતક બાળકના મામાએ કહ્યું હતું કે ‘અમે જ્યારે પોલીસમાં ફરિયાદ કરી હતી તે જ રાત્રે અમે આરોપી છોકરાના ઘરે ગયા હતા કે તેને આ વિશે કંઈપણ ખબર છે કે કેમ? પરંતુ તેના માતાપિતાએ દરવાજો ખોલ્યો ન હતો. તેમણે ફોન દ્વારા અમારી સાથે વાત કરી અને તેમણે કહ્યું કે તે આ વિશે કંઈપણ જાણતા નથી. બીજા દિવસે તે ઘરેથી ચાલ્યા ગયા હતા અને પુણેથી ભાર નીકળી ગયા હતા. પોલીસના સાથે ટેલિફોનિક (CALL) વાતચીત તુરંત બાદ જ તેઓ શહેરમાં પરત ફર્યા હતા. જો કે તેમને જણાવ્યું છે કે અમારા બાળકની ખુબ જ ખરાબ રીતે હત્યા કરવામાં આવી છે. જો આરોપી છોકરાને સજા ન અપાય તો તે આ પ્રકારના અનેક ગુના કરશે.
એક રાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ નામ જાહેર ન કરવાની શરતે એક સગીર છોકરા સાથે વાત કર્યા બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે રમત દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ આરોપી છોકરો ખૂબ ગુસ્સે થયો હતો. કોથરૂદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 363 (અપહરણ), 302 (હત્યા) અને 201 (પુરાવા દૂર કરવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.