Vadodara

13 વર્ષની સગીરાના પિતાનો વિધર્મી સામે આક્રોશ

વડોદરા: ઇન્સ્ટાગ્રામ પર મિસ્ટર આયન બનીને તેર વર્ષની હિંદુ સગીરાને  વિધર્મીએ બચકા ભરી દુષ્કર્મ આચરીને પીંખી નાખી હતી જેના પરિણામે હિંદુ સમાજમાં અને હિંદુવાદી સંગઠનોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.યુવાનીના ઉંબરે પગ માંડી રહેલી માસૂમની જિંદગી બરબાદ થઈ જતા પીડિતાના પિતાએ મીડિયા સમક્ષ પ્રચંડ આક્રોશ ઠાલવતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી માંગણી છે કે નરાધમ આરોપીને જઘન્ય કૃત્ય બદલ આજીવન કેદની સજા ફટકારવી જોઇએ.  જો સરકાર અમને ન્યાય ન અપાવી શકતી હોય તો બળાત્કારી આરોપી મને સોંપી દો હું તેને કાપી નાખીશ અને જેલમાં જઇશ. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત 10 સપ્ટેમ્બરના રોજ 13 વર્ષની સગીરાને તેના પિતા ટ્યુશન ક્લાસમાં મુકવા માટે ગયા હતા.

આ દરમિયાન સગીરાએ તેના માતા પિતાને જણાવેલ કે મારી મિત્રનો જન્મદિવસ હોવાથી હું મોડેથી ઘરે આવીશ. જો કે સગીરા મોડી રાત સુધી  ઘરે પરત ન ફરતા પિતાએ તેમની દીકરીને સહેલીને ફોન કર્યો હતો. જોકે સહેલીના પિતાએ ફોન પર જણાવ્યું હતું કે મારી દીકરીનો તો જન્મદિવસ જ નથી અને તમારી દીકરી મારા ઘરે આવી જ નથી.ચિંતાતૂર પિતાએ પુત્રીની શોધખોળ કરીને પત્નીના મોબાઇલમાં બે દિવસ પહેલા આવેલ અજાણ્યા નંબર પર ફોન કરતા તેમને જાણવા મળ્યું કે તેમની દીકરી માંજલપુરમાં છે અને દસ મિનિટમાં ઘરે આવી જશે. સગીરા ઘરે પરત ફરતા ચિંતિત પરિવારજનોએ પૂછતા જણાવ્યું હતું કે આપણી દુકાનની બાજુમાં ગેરેજમાં કામ કરતો મોઇન પઠાણ (રહે. તાંદલજા, વડોદરા) મને ટ્યુશન ક્લાસ બાદ તેની સાથે તેના ઘરે ફ્લેટમાં લઇ ગયો હતો.

જ્યાં હાજર બે મહિલાઓ  પુછ્યું તો મોઇને કહ્યું કે આ મારી મિત્ર છે. તેમ કહી તે મને તેના બેડરૂમમાં લઇને બળજબરી કરતા સગીરાએ સ્પષ્ટ ના પાડી હતી નરાધમે પોતાની શારીરિક ભુખ સંતોષવા ખુલ્લી ધમકી આપી કે જો તું શરીર સંબંધ બાંધવા નહી દે તો હું તને અહીંથી નહીં જવા દઉ. બળજબરીથી બધા વસ્ત્રો ઉતારીને  દુષ્કર્મ આચરતા મોઇન પઠાણે બીજા દિવસે સગીરાનો ફોન કરીને ધમકી પણ આપી હતી કે જો તું શારીરિક સંબંધ અંગે પરિવારને જાણ કરી તો હું તને લઇને ભાગી જઇશ અને તો તું નહીં આવે તો હું તને ઉઠાવી જઇશ.ઘટના અંગે તપાસ કરી રહેતા ACP રાજગોરે જણાવ્યું હતું કે આ ઘટનામાં  કોઇની પણ સંડોવણી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે. લવજેહાદ અંગે તેમણે કહ્યું હતું કે, લવજેહાદના એંગલથી પણ તપાસ કરીશું અને તેવું કંઇ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી મોઇન પઠાણ સગીરા સાથે સોશિયલ મીડિયા પર પણ સંપર્કમાં રહેતો હતો. એટલું જ નહીં મોઇને ઇન્સ્ટાગ્રામ પર મીસ્ટર આર્યન નામની આઇડી બનાવ્યું હતું.

Most Popular

To Top