National

આરોગ્ય કર્મીઓને લાગશે બીજો કોરોના ડોઝ: આ તારીખથી શરૂ થશે અભિયાન

દેશમાં એન્ટી-કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. કેન્દ્રએ ગુરુવારે જણાવ્યું હતું કે, 45 ટકા આરોગ્ય કર્મચારીઓનું અત્યાર સુધી રસીકરણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ગુરુવારે બપોરે 1.30 વાગ્યા સુધી 45,93,427 લાભાર્થીઓને COVID-19ની રસી આપવામાં આવી છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, મિઝોરમ, લક્ષદ્વીપ, ઓડિશા, કેરળ, હરિયાણા, બિહાર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, હિમાચલ પ્રદેશ , ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં રસીકરણ અભિયાનમાં રસીનો પહેલા ડોઝ 50 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને મળી મળી ગયો છે.


તેમજ સિક્કિમ, લદ્દાખ, તમિળનાડુ, જમ્મુ અને કાશ્મીર, ચંદીગ,, દાદરા અને નગર હવેલી, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને પુડુચેરીના 30 ટકા આરોગ્ય કર્મચારીઓને રસી આપી દેવામાં આવી છે. ભૂષણએ જણાવ્યું હતું કે, આ રાજ્યોને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રસીકરણના કવરેજને કેવી રીતે વધારવું તે અંગે વિડિયો-કોન્ફરન્સ અને બેઠકો દ્વાર સૂચનો આપવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જ્યારે રસીકરણ અભિયાનના આગામી તબક્કામાં જઈશું ત્યારે પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટરની ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવશે. દેશમાં કોરોના રસીનો વ્યય ન થાય તે માટે દરરોજ બે વાર રસીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top