126 વર્ષના નવજવાન સ્વામી શિવાનંદ

તા.21મીએ રાષ્ટ્રપતિભવનના દરબાર હોલમાં યોગક્ષેત્ર પદ્મશ્રી એવોર્ડ માટે યોગી શિવાનંદનું નામ જાહેર થવું. સફેદ ધોકીકુર્તામાં, કપાળે ત્રિપુંડ અને ઉઘાડે પગે કોઈના પણ ટેકા વિના 126 વર્ષીય સ્વામીજી સૌ પ્રથમ વડાપ્રધાન મોદીજીને ઘૂંટણિયે પડી દંડવંત પ્રણામ કર્યાં. મોદીએ પણ ખુરશીમાંથી ઊભા થઈ તેમનું અભિવાદન કર્યું. હોલ વચ્ચે દંડવંત કરી રાષ્ટ્રપતિ નજીક પહોંચી તેમને પણ ઘૂંટણિયે પડી દંડવંત પ્રણામ કર્યાં. રાષ્ટ્રપતિએ તેમની નજીક પહોંચી તેમને ઊભા કરી અભિવાદન કર્યું અને એવોર્ડ અર્પણ કર્યાં. આ દરમિયાન દરબાર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. સ્વામી શિવાનંદનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ સિલહટ જિલ્લા બાંગ્લાદેશમાં થયો હતો. ત્યાંથી કલક્તા પછી હાલ કાશીમાં કબીરનગર કોલોનીમાં શિવાનંદ આશ્રમમાં રહે છે. આટલી ઉંમરે નીરોગી રહેવા માટે તેમની જીવનશૈલી બતાવતા તેઓ કહે છે કે તેઓ સવારે 3 વાગે જાગી જાય છે. યોગ, પ્રાણાયમ અને જળતપથી દિવસની શરૂઆત કરે છે. તેલ વિનાનું બાફેલું ભોજન લે છે. તેઓ કહે છે. મા-બાપ ગરીબ હોવાથી દૂધ-ફળ ખાધા નથી. તેમના આશ્રમમાં દરેક દેવદેવીઓની મૂર્તિઓ છે. તેઓ કાશીને સ્વર્ગ માને છે તેની કાશીમાં રહીને જ જીવન માનવકલ્યાણને સમર્પિત કરી પસાર કરી રહ્યા છે ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી બુઝુર્ગ વ્યક્તિ તરીકે યોગી શિવાનંદનું નામ સામેલ થવાનું છે.
સુરત     – પ્રભા પરમાર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top