SURAT

ઉકાઈના કેચમેન્ટમાં સામાન્ય વરસાદથી ૧૯ હજાર ક્યુસેક પાણીની આવક

સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિતેલા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જેને પગલે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ સામાન્ય વરસાદને પગલે આજે ૧૯ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 20 તારીખ બાદ વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી ચોમાસું જામે તેવી સંભાવના છે.

છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની લોકલ સિસ્ટમને કારણે સામાન્ય વરસાદ નોંધાયો છે. આજે પણ સતત બીજા દિવસે જિલ્લાના કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં બારડોલીમાં 9, કામરેજમાં 3, મહુવામાં અને માંડવીમાં 8, માંગરોળમાં 4, સુરતમાં માત્ર 1 અને ઉમરપાડામાં 4 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં સામાન્ય વરસાદ પડતા ડેમમાં બપોરે ૧૯ હજાર કેયુસેક પાણીની આવક નોંધાઇ હતી. જે સાંજે ક્રમશઃ ઘટીને ૬૬૫૨ ક્યુસેક રહી હતી. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી 325.60 ફૂટ નોંધાઇ છે.

સુરતમાં સવારે છૂટો છવાયો વરસાદ
સુરત: શહેરમાં છૂટક છૂટક મેઘરાજા વરસી રહ્યા છે. શહેરમાં શનિવારની સવારમાં છૂટા છવાયાં હળવા ઝાપટા વરસ્યા હતાં. બપોર બાદ ઉઘાડ નીકળતા મેઘરાજા વરસ્યા ન હતાં. મનપાના ફલડ કંટ્રોલમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારના સાંજના 8 થી શનિવારના સાંજના 8 સુધીમાં સવારના સમયે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં લિંબાયત ઝોનમાં 08 મીમી, વરાછા ઝોન એ માં 06 મીમી, વરાછા ઝોન બી માં 08 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 01 મીમી, અઠવા ઝોનમાં 02 મીમી, રાંદેર ઝોનમાં 02 મીમી અને કતારગામ ઝોનમાં 01 મીમી જેટલો વરસાદ નોધાયો છે. આમ મોસમનો કુલ વરસાદ 697 મીમી નોધાયો છે.

Most Popular

To Top