સુરત : (Surat) ડભોલીમાં રહેતા હીરાદલાલના (Diamond Broker) ડોક્યુમેન્ટના (Document) આધારે 20 કરોડનું ટ્રાન્ઝેકશન (Transaction) કરી બોગસ બીલો (Bogus Bill) બનાવનાર ભાવનગરના યુવકની સાયબર ક્રાઇમ (cyber crime) પોલીસે (Police) ધરપકડ (Arrest) કરી છે. આ યુવક ભાવનગરની પ્રાઇવેટ કંપનીમાં (Private Company) નોકરી (Service) કરીને રૂા. 12 હજારનો પગાર (Salary) મેળવતો હતો, અને તેને સુરતના યુવકના કહેવા પ્રમાણે 20 કરોડના બોગસ બીલો બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
- ડભોલીમાં રહેતા હીરાદલાલ ભાવેશ ગાબાણી સાથે બેન્ક એકાઉન્ટ બંધ કરાવવાના બહાને છેતરપિંડી થઈ
- બેન્કનો કર્મચારી હોવાનું ખોટું બોલી આરોપીઓ ભાવેશ ગાબાણીના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના પુરાવા લઈ ગયા હતા
- હીરાદલાલાના પુરાવાના આધારે બોગસ ઈમેઈલ આઈડી બનાવી જીએસટી નંબર મેળવી લઈ કૌભાંડ આચર્યું
પ્રાપ્ત વિગતો મુજબ ડભોલીના ગાયત્રી મંદિર પાસે કૈલાસનગર સોસાયટીમાં રહેતા હીરાદલાલ ભાવેશભાઇ ધનજીભાઇ ગાબાણીએ ICICI બેંકમાં (Bank) વધારે ચાર્જીસ (Charges) લાગતા હોવાથી ખાતુ (Account) બંધ (Closed) કરાવ્યું હતું. આ માટે થોડા દિવસો બાદ એક યુવક તેમની પાસે આવ્યો હતો અને ભાવેશભાઇના આધારકાર્ડ, પાનકાર્ડ, ઘરના લાઇટબીલની ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્ટ (Document) લઇ લીધા હતા. બાદમાં આ યુવકે ભાવેશભાઇની બોગસ ઇમેઇલ આઇડી (Email ID) બનાવી તેમજ તેમના પિતા ધનજીભાઇની બોગસ સહીઓ કરીને જીએસટી (GST) નંબર મેળવી લીધો હતો, આ ઉપરાંત ગાબાણી એન્ટરપ્રાઇઝ અને નેશનલ એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીઓ બનાવી હતી. જેમાં રૂા.20 કરોડનું ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યું હતું.
ભાવેશભાઇ ઇન્કમટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવા માટે ગયા ત્યારે સમગ્ર માહિતી બહાર આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો (Complaint) નોંધીને તપાસ કરી હતી. દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે ભાવનગરના લીમડીવાડી સડક, લાલડેલાની સામે સફક પાર્કમાં રહેતા અબ્રાર ઇસ્માઇલભાઇ શેખની ધરપકડ (Arrest) કરી હતી. પોલીસના જણા્વ્યા પ્રમાણે અબ્રાર ભાવનગરની પ્રાઇવેટ કંપનીમાં કામ કરીને રૂા. 12 હજારનો પગાર મેળવ્યો હતો. આ અબ્રારને અનીશ નામના યુવકે માત્ર બીલો બનાવીને તેની એન્ટ્રી કરવા માટે કામ સોંપ્યું હતું. પોલીસે અબ્રારની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.