દિવાળી પહેલા જ સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે મહેસુલ તંત્રમાં ધરખમ ફેરફાર હાથ ધર્યા છે. ખાસ કરીને 118 જેટલા નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપીને નવી જગ્યાએ પોસ્ટિંગ કરી દીધા છે. તેવી જ રીતે રાજ્યભરના 155 જેટલા મામલતદારોની આંતરિક બદલીના આદેશ કરાયા છે.
જ્યારે રાજ્ય સરકારે 12 જેટલા મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતીના આદેશો પણ કર્યા છે.બઢતી પામેલા મામલતદારો પૈકી ડાંગના મામલતદાર સી એ વસાવાને બઢતી સાથે ડેપ્યુટી કલેકટર તરીકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વલસાડ તરીકે મૂકવામાં આવ્યા છે. અન્ય બીજા મામલતદાર કે.પી. પંડવાલાને પણ ડેપ્યૂટી કલેકટર તરીકે નાયબ જિલ્લા ચૂંટણી તરીકે તાપીમાં મૂકવામાં આવ્યા છે.
ધરમપુરના મામલતદારને એચ.એ. પટેલને પણ બઢતી સાથે સુરત જીઆઈડીસીમાં મુકવામાં આવ્યા છે. મામલતદારોની બદલીના દોરમાં દક્ષિણ ગુજરાતમાંથી 22 જેટલા મામલતદાર બદલાયા છે, તેમના સ્થાને નવા મામલતદારની નિમણૂંક કરી દેવાઈ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના 28 જેટલા નાયબ મામલતદારોને બઢતી મળી છે.