Vadodara

મહિલાના પેટમાંથી 12 કિલોની ગાંઠ કાઢી સફળ શસ્ત્રક્રિયા કરાઇ

વડોદરા: ડભોઇના રેફરલ હોસ્પિટલ ખાતે કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થઈ રહ્યા છે લાખો રૂપિયા ખર્ચો કરવા છતા હોસ્પિટલમાં બેડ મળતા નથી અને કોરોના સિવાયની કોઇ ગંભીર બિમારી હોય જે બીમારી માટે મોટાભાગના ડૉક્ટરો દર્દીઓને હાથ લગાવવા તૈયાર નથી જ્યારે કે  છેલ્લા 1 વર્ષ થી મહિલાના પેટમાં ગાંઢ હોય તેવા દર્દીની ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર કરી ઓપરેશન કરી  દર્દીના પેટમાથી આશરે 10 થી 12 કિલોની ગાંઢ બહાર કાઢવામાં આવી હતી.

અનેક હોસ્પિટલો ફરીને આવેલ દર્દીનો ઈલાજ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થતાં દર્દીના પરીવારજનોમાં આનંદની લાગણી અનુભવી હતી. ડભોઇ શહેર મોટાભીલવગા વિસ્તારમાં રહેતી 55 વર્ષીય સવિતાબેન દલસુખભાઈ વસાવાને છેલ્લા એક વર્ષના સમય થી પેટમાં ગાંઠ હોય જે દિવસે દિવસે વધી રહી હતી.

અસહ્ય દુખાવાથી મહિલા પીડાઈ રહી હતી અનેક હોસ્પિટલોમાં બતાવ્યા પણ ખૂબ ખર્ચો ઓપરેશન માટે થતો હોય મહિલાના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ઓપરેશન કેમ કરાવે?  જ્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે પ્રાઈવેટ સહિત અનેક હોસ્પિટલોમાં બેડ પૂરતા પ્રમાણમાં મળતા નથી અને ડોક્ટરો હાલ કોઈ ગંભીર બિમારીઓમાં હોય એને હાથ લગાવવા તૈયાર નથી.

 ત્યારે આ ગરીબ મહિલા ડભોઇ રેફફરલ હોસ્પિટલ ખાતે ડો.અજય સિંહને મહિલાએ  પોતાના પેટમાં ગાંઢ વિષે સારવાર માટે બતાવતા રેફરલ હોસ્પિટલના તબીબ એમ એસ સર્જન અજયસિંહે વિનામૂલ્યે તાત્કાલિક ઓપરેશન માટેની તૈયારીઓ બતાવી, તેઓ સહિત ડો.વિજયભાઈ શેઠ, ડો.દીપ પટેલ, ડો.પૂજા સોની, સહિત સુરહબેન વસાવા અને છગનભાઉ ચૌહાણ દ્વારા તેમનું ગાંઠનું ઓપરેશન સફળ પૂર્વક કરવામાં આવ્યું હતુ અને સફળતા પૂર્વક મહિલાના પેટમાંથી આશરે 10 થી 12 કિલોની ગાંઠ દૂર કરવામા આવતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી.

Most Popular

To Top