SURAT

દરિયામાં ઉઠેલું તોફાન વાવાઝોડું બની ગુજરાતના અનેક શહેરો પર ત્રાટકે તેવી દહેશત

સુરત: ગોવા (Goa) નજીક અરબી સમુદ્રમાં (ArebianSea) ડિપ્રેશન (Depression) સર્જાતા ગુજરાતના (Gujarat) દરિયા કાંઠે (Sea) વાવાઝોડું (Cyclone) ત્રાટકે તેવી દહેશત ઉભી થઈ છે. હાલ આ ડિપ્રેશન પોરબંદરથી અંદાજિત 1100 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગ (WeatherDepartment) દ્વારા કરાયેલી આગાહી અનુસાર સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આગામી બે દિવસમાં 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

IMD ની આગાહી મુજબ હાલ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયું છે. જેનું લોકેશન પોરબંદરથી (Porbandar) 1160 કી.મી.ના અંતરે દક્ષિણમાં છે. જે ઉતર દિશા તરફ આગળ વધી રહ્યું છે, જે આગળ જતાં ચક્રવાતમાં પરીવર્તિત થઈ શકે છે. હાલ તેની અસર કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર પર થઈ શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા સતતત ડીપ્રેશન પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારો અરબ સાગરમાં માછીમારી માટે ન જવાની સૂચના આપવામાં આવી છે. જે કોઈ માછીમાર દરિયામાં ગયા હોય તેઓને એલર્ટ સિગ્નલ મોકલી પરત બોલાવી લેવાયા છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી તા. 9 જુન અને 10 જુનના રોજ સુરત જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં દરીયાકાંઠે 30થી 40 કી.મી./કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હળવો વરસાદ તેમજ વીજળી પડવાની ઘટના પણ બની શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર હવામાન વિભાગ દ્વારા સિગ્નલ નં-2 જાહેર કરવામાં આવ્યું છે.

IMD ની આગાહી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી રહેતી અદ્યતન સૂચનાઓથી જીલ્લાના વહીવટીતંત્રને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સબંધિત જીલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના અધિકારીઓને પોતાના વિભાગ અંગેના સાવચેતીના પર્યાપ્ત પગલા લેવા વિનંતી છે. વરસાદના કારણે અનાજના ગોડાઉનમાં રહેલું અનાજ ન બગડે તે માટે પુરવઠા વિભાગને સૂચના અપાઈ છે.

બિપોરજોય વાવાઝોડું 2 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે
પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું ચક્રવાતી વાવાઝોડાને “બિપરજોય” નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું 2 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું રહ્યું છે અને ધીમે ધીમે તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. 07 જૂનના રોજ તે ISTના 0530 કલાકે કેન્દ્રિત થયું છે. તેનું અક્ષાંશ 12.6°N અને રેખાંશ 66.1 °E નજીકના સમાન પ્રદેશમાં, ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી, મુંબઈથી 1000 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1070 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાંચીથી 1370 કિમી દક્ષિણે સ્થિત થયું છે. આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને તે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

Most Popular

To Top