Vadodara

છાણીની 11 વર્ષીય બાળકીનું ડેન્ગ્યુથી મોત

વડોદરા: વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું હતું. જ્યારે વિસ્તારની ૧૧ મહિનાની બાળકીનું ડેન્ગ્યુના લીધે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બીજા કેટલાક લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે. શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યા છે તેવી પણ કેટલીકવાર રજૂઆત કરવામાં આવે છે. ત્યારે શહેરનાં છેવાડે આવેલા શ્રીનાથજી પાર્કમાં ૧૧ મહિનાની માસુમ બાળાનું ડેન્ગ્યુને કારણે મોત નિપજ્યું હતું. જેથી પરિવાર શોકમાં લાગણી ફેલાઇ ગઇ હતી. જ્યારે શ્રીનાથજી પાર્કના આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય છે. ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ગંદકીની અનેકવાર રજૂઆત કરી છે છતાં કોઈ પણ અધિકારી કે સ્થાનિક નગરસેવકો પણ અહીંયા ડોકિયું કરવા આવ્યા નથી.

વધુમાં તો અમારા ફ્લેટમાં જ નીચે પાર્કિગમાં કેટલાક સમયથી ઉભરાતી ગટરો છે આની પણ અમે પાલિકાની કચેરીમાં રજૂઆત કરી છે તે છતાં પાલિકાના અધિકારીઓ આવતા નથી કે ઉભરાતી ગટરનું નિરાકરણ લાવતા નથી. જેથી રોગચાળો ફાટી નીકળવાની લોકોને ભીતિ સતાવી રહી છે. આજરોજ એક ૧૧ માસની બાળકીનું મોત નિપજ્યું હતું. અન્ય કેટલાક લોકો ડેન્ગ્યુના ઝપેટમાં છે છતાં આજ દિન સુધી કોઈ અધિકારી કે ચૂંટાયેલા પદાધિકારીઓ કે નગરસેવકો તો ચૂંટાયા બાદ ડોકિયું કરવા પણ આવ્યા નથી. તેમ કહી વિસ્તારના લોકોએ તંત્ર સામે રોષ દાખવ્યો હતો.

કોંગ્રેસના નગરસેવકે બિલ્ડર સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી
વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. ત્યારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી શ્રીનાથ હાઈટ્સ નામની સ્કીમમાં ડેન્ગ્યુને કારણે એક અગિયાર માસની બાળકીનું મરણ થવા પામ્યું છે. ત્યારે સ્થાનિક રહીશોએ અનેક વાર પાલિકામાં રજૂઆત કરી છતાં પણ ડ્રેનેજના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે અંગે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આજરોજ સ્થાનિક કોંગ્રેસના નગરસેવકો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ બિલ્ડર સામે ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી.

ત્યારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી હાઈટમાં બિલ્ડર દ્વારા કાયદેસર ડ્રેનેજનું જોડાણ કરવામાં આવ્યું નથી તેવી જાણકારી પણ બહાર આવી હતી અને તાજેતરમાં ડેન્ગ્યુના કારણે એક બાળકીનું મરણ થયું હતું જેથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે પાલિકામાં અનેક વારં રજૂઆતો કરવામ આવી છે છતાં કોઈ. પણ પગલા ભરવામાં આવ્યા નહીં જેથી આખરે કંટાળીને સ્થાનિક રહીશોએ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ અરજી કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં અને આજે સ્થાનિક રહીશોએ સ્થાનિક નગરસેવકોને જાણ કરતાં તેઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને બિલ્ડર સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

હીશોને ન્યાય આપવા માટે મ્યુ. કમિશનરને રજૂઆત કરાશે
બિલ્ડર દ્વારા ટેનામેન્ટની જગ્યા પર ગેરકાયદસરના ફ્લેટ બનાવી દીધા છે અને સોસાયટીની ગટર લાઇનમાં ફ્લેટ ની ગટર લાઈન બિલ્ડર દ્વારા જોડવામાં આવી છે. જેથી ફલેટના રહિશો છેલ્લા દોઢ બે વર્ષથી ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી અમે લોકો જે ગેરકાયદેર રીતે જે બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે તેની રજૂઆત અમે મ્યુ. કમિશનર ને પણ કરીશું. – જહાં ભરવાડ, નગરસેવક કોંગ્રેસ

Most Popular

To Top