World

પહેલીવાર પાકિસ્તાને સત્ય કબૂલ્યુંઃ ભારત સામેના યુદ્ધમાં 11 સૈનિકો માર્યા ગયા, 78 ઘાયલ થયા

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સેનાએ પહેલી વાર સ્વીકાર્યું છે કે ભારત સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં તેના 11 લશ્કરી અધિકારીઓ માર્યા ગયા છે અને 78 થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાન જે અત્યાર સુધી પોતાને યુદ્ધનો વિજેતા ગણાવતું હતું તેણે હવે સત્ય સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને 11 લશ્કરી અધિકારીઓના મોતની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાનના સ્ટેટ મીડિયા અનુસાર ભારતીય હુમલાઓ સામે પાકિસ્તાનનો બચાવ કરતી વખતે ઓછામાં ઓછા 11 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 78 ઘાયલ થયા હતા. આ ઉપરાંત ભારતીય આક્રમણમાં સાત મહિલાઓ અને 15 બાળકો સહિત 40 નાગરિકો માર્યા ગયા હતા અને 121 અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતીય હુમલામાં તેના 6 સૈન્ય સૈનિકો અને 5 વાયુસેનાના સૈનિકો માર્યા ગયા હતા.

પીટીવી દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર માર્યા ગયેલા પાકિસ્તાની સેનાના સૈનિકોના નામ નાઈક અબ્દુલ રહેમાન, લાન્સ નાયક દિલાવર ખાન, લાન્સ નાયક ઈકરામુલ્લાહ, નાઈક વકાર ખાલિદ, સિપાહી મુહમ્મદ આદિલ અકબર અને સિપાહી નિસારનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા પાકિસ્તાન વાયુસેનાના જવાનોમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ, ચીફ ટેકનિશિયન ઔરંગઝેબ, સિનિયર ટેકનિશિયન નજીબ, કોર્પોરલ ટેકનિશિયન ફારૂક અને સિનિયર ટેકનિશિયન મુબાશીરનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ સહિત કુલ પાંચ પાકિસ્તાન વાયુસેના માર્યા ગયા હતા, જે બધા જ જકોકાબાદ એર બેઝ (સિંધ પ્રાંત) પર તૈનાત હતા. ઉસ્માન અને તેના સાથીઓ ભારત સામે JF-17 ઉડાડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ભારતે શાહબાઝ એરબેઝ પર હુમલો થયો હતો.

પાકિસ્તાન સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શહીદોનું તેમનું ઉમદા બલિદાન હિંમત, સમર્પણ અને અતૂટ દેશભક્તિનું શાશ્વત પ્રતીક છે, જે રાષ્ટ્રની સ્મૃતિમાં હંમેશા માટે કોતરાયેલું છે.

તમને જણાવી દઈએ કે જ્યારે ભારતીય સૈન્ય અધિકારીઓએ ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 30-35 લોકો માર્યા ગયા છે અને હવે પાકિસ્તાને ધીમે ધીમે તે સ્વીકારવાનું શરૂ કર્યું છે. ભારતનું માનવું છે કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાન પણ ધીમે ધીમે તે સ્વીકારશે.

તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 7 મેની રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જે પછી આતંકવાદીઓને ટેકો આપતી પાકિસ્તાની સેનાએ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યાર બાદ ભારતે સમગ્ર પાકિસ્તાનમાં પાકિસ્તાની વાયુસેનાના એરબેઝ પર હુમલો કરીને ભારે તબાહી મચાવી દીધી. ભારત દ્વારા પાકિસ્તાની વાયુસેનાના ઘણા એરબેઝનો નાશ કરવામાં આવ્યો છે. ડોન અનુસાર પાકિસ્તાન સેનાએ અત્યાર સુધીમાં સ્વીકાર્યું છે કે તેના 11 સૈનિકો માર્યા ગયા છે અને 78 ઘાયલ થયા છે.

Most Popular

To Top