દેશમાં છેલ્લા કેયલાક દિવસથી કોરોનાએ (Corona Virus/ Covid-19) ફરી માથું ઉચક્યુ છે. શુક્રવારે દેશમાં 29 જાન્યુઆરી પછી પહેલીવાર મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ (new corona cases) નોંધાયા હતા. શનિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ મુજબ શુક્રવારે દેશમાં 14,000 જેટલા કોરોના કેસ નોંધાયા હતા. તો શનિવારે આ આંકડામાં વધારો થયો હતો. શનિવારે દેશમાં કોરોનાના નવા 14,264 કેસ નોંધાયા હતા. અને 90 લોકોના કોરોનાથી મોત થયા હતા.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ હાલમાં દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં (Maharashtra) છે. એટલે આ બે રાજ્યોમાં મોટા ભાગના અસરગ્રસેત જિલ્લાઓમાં રાત્રે 11થી સવારે 6 લાગ્યે સુધીનો કફર્યુ (Night Curfew) લદાયો છે. પૂણે (PUNE) શહેરમાં પણ રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધીનો કફર્યુ લદાયો છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ શનિવારે સાંજે 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કફર્ટુ લાદવાની ચીમકી આપી હતી.
આ સિવાય જાણવા મળ્યુ છે કે મધ્યપ્રદેશ (Madhya Pradesh), પંજાબ (Punjab), છત્તીગઢ (Chhattisgarh) અને જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) પણ અચચાનક કોરોનાના નવા કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસથી કોરોના ચેપની સંખ્યા સતત વધી રહી છે – 9,121 (16 ફેબ્રુઆરી), 11,610 (17 ફેબ્રુઆરી), 12,881 (18 ફેબ્રુઆરી), 13,193 (19 ફેબ્રુઆરી) અને 13,993 (20 ફેબ્રુઆરી).
માહિતી અનુસાર છ રાજ્યોમાંથી કોરોના વાયરસના 87 ટકા કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ દિવસમાં મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ કોરોનાના નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા તાણની વચ્ચે, મહારાષ્ટ્રમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં તેજી જોવા મળી છે, જેને કોરોનાના પ્રવર્તમાન પ્રકારો કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રમાં, મુંબઈ સહિતના ઘણા જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યમાં 45,956 સક્રિય કેસ છે, જ્યારે 19,89,963 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે 51,713 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી દેશની અંદર પાછલા દિવસોની તુલનામાં કોરોના ચેપની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના કેસો એવા સમયે વધી રહ્યા છે જ્યારે નિષ્ણાતો કોરોના વાયરસમાં પરિવર્તનની આગાહી કરી રહ્યા છે. શનિવારે દેશમાં કોરોનાના એક કરોડ 97 લાખ 7 હજાર 387 કેસની પુષ્ટિ થઈ હતી, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 13,993 કેસ નોંધાયા છે. 29 જાન્યુઆરીથી કોરોના કેસોમાં આ સૌથી વધુ વન-ડે ઉછાળો છે.