ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ (Exams) આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે રાજ્યભરના વિદ્યાર્થીઓ (Students) પરીક્ષાની હોલ ટિકિટની (Hall Ticket) પ્રતિક્ષા કરી રહ્યા હતા. દરમિયાન આજથી જ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર વિદ્યાર્થીઓ હોલ ટિકિટ મેળવી શકશે. જેને લઈ ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) આજે યાદી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડની જાહેરાત મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જઇને ડાઉનલોડ કરી શકશે. જેથી રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા ધોરણ 10ના તમામ ઉમેદવારોએ આ અંગેની નોંધ લેવી.
ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તા. 11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે.
દર વખતની જેમ આ વખતે પણ 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-10 ની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 હજાર જેટલા અને વિજ્ઞાન પ્રવાહમાં 5,391 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓમાં હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. તેમજ શિક્ષણ વિભાગે પણ પૂર જોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ હાલ શિક્ષણ વિભાગમાં મીટીંગો શરુ થઇ ગઇ છે.
બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે. ત્યારે આજથી બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. ઉપરાંત ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે.
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણતંત્રની પણ પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરી દીધી છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ બાબતોને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગે હાલ મિટિંગો અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ-10ના પરીક્ષાર્થીઓ માટે 86 શાળાના 906 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.