વડોદરા: ગુજરાત બોર્ડ બાદ ધો. બારના સીબીએસસી બોર્ડ દ્વારા ધો.બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સીબીએસસી બોર્ડ દ્વારા ધો.12ના પરિણામ જાહેર કરવાની અગાઉની જાહેરાત કરી હોવાથી વિદ્યાર્થીઓ બપોર બાદ શાળાએ પરિણામ જાણવા આવી પહોંચ્યા હતા અને મૂલ્યાંકન આધારિત પરિણામ તૈયાર કર્યું હોવાની વિદ્યાર્થી તેમજ વાલીઓમાં પરિણામને પગલે અસંતોષ જોવા મળ્યો હતો અને કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. કોવિડ મહામારીને પગલે સીબીએસસી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ધો.બારની આંતરિક કસોટીના મેળવેલા ભારાંક મુજબ ટકાવારી ગણીને પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. વડોદરામાં અંદાજીત ચાલીસ જેટલી સીબીએસસી શાળાઓ આવેલી છે અને અંદાજીત 7500 થી 8000 જેટલા વિદ્યાર્થીઓ ધો.બારમાં હતા. જયારે જાહેર કરાયેલ પરિણામમાં ધો.દસના તીસ ટકા ધો. 11 ના 3 ટકા અને ધો. બારના પચીસ ટકા ગુણાંક મુજબ મુલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવામાં આવ્યું હોવાની એવરેજ સ્ટુડન્ટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જયારે ટોપર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામ બાબતે અસંતોષ જોવા મળ્યો હતો. જયારે હવે કોલેજોમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓની દોડધામ વધશે.
- આજે ધો.12 GSEBનું પરિણામ જાહેર થશે
સવારે 8-00 કલાકથી result.gseb.org ઉપર માત્ર સ્કૂલ જ જોઈ શકશે
વડોદરા, ગુજરાત ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક િશક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વર્ષ 2021 ની પરીક્ષા કોરોના સંક્રમણને પગલે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ માસ પ્રમોશન આપીને મૂલ્યાંકન આધારિત પરિણામ કરવામાં આવ્યું હતું. ત્યારે ધો.12 ના સામાન્ય પ્રવાહ બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ મૂલ્યાંકન આધારે તૈયાર કરીને શનિવારે 31-7-2021 ના રોજ સવારે 8-00 કલાકે બોર્ડ વેબસાઈટ પર result.gseb.org પર જાહેર કરાશે. જેથી માન્યતા પ્રાપ્ત શાળાઓએ તેમની શાળાને પરિણામ ઈન્ડેકસ નંબર અને પાસ વર્ડ મારફતે લોગ ઈન કરીને ડાઉનલોડ કરીને જોઈ શકાશે. તેમજ પ્રિન્ટ પણ કરી શકાશે.ત્યારે િશક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર મોકલીને દરેક શાળાને જાણ કરવામાં આવી છે. તે મુજબ માન્યતા પ્રાપ્ત શાળાઓએ પરિણામ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવી રાખવા જેથી વિદ્યાર્થીઓને આપી શકાય.