Vadodara

માત્ર એક કલાકમાં 100 કરોડ બોન્ડના 10 ગણા વધુ 1007 કરોડ ઉપજ્યા

વડોદરા : કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા 5 રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડવા ની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હતી .ત્યાર બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા રૂપિયા 100 કરોડની કિંમતના બોર્ડ સામે દસ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ આપવા પાત્ર પોતાના ફાળા રૂ.૨૨૪.૩૦ કરોડ પૈકી ૧૦૦ કરોડ મ્યુનિસિપલ બોન્ડ થકી ઉગવવાનું નક્કી કરવામાં આવે. અમૃત યોજના હેઠળ કુલ જુદી જુદી સેવાઓનાં કુલ ૧૪ કમો રૂ.૫૩૩.૪૦ કરોડના મંજુર થયેલ જે પૈકી વદોદરા મહનગરપાલિકાએ રૂ.૨૨૪.૩૦ કરોડ રૂપિયા પોતાના ફાળા પેટે આપવાના હતા. મહાનગરપાલિકાના બોન્ડને બે ક્રેડીટ રેટીંગ એજન્સી તરફથી રેટીંગ એનાયત કરવામાં આવેલ છે.ઈન્ડીયા રેટીંગ એન્ડ રીસર્ચ પ્રા.લિ. દ્વારા AA+/STABLE અને ક્રેસીલ રેટીંગ લિ. દ્વારા AA+/STABLEનું રેટીંગ આપવામાં આવેલ, આવેલ બોન્ડ માટે જરૂરી તમામ મંજુરી જેમ કે મહાનગરપાલિકાની સામાન્ય સભાની, ગુજરાત સરકારની અને સીક્યુરીટીઝ, એક્સચેન્જ, બોર્ડ ઓફ ઈન્ડીયા (SEBI) ની પૂર્વ મંજુરી મહાનગરપાલિકા દ્વારા મેળવેલ હતી આજ રોજ સવારે ૧૧-૦૦ કલાકે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ (EBP) ઉપર ઓનલાઈન સબસ્ક્રીશન માટે ખુલેલ ઈસ્યુન ખુલવાની સાથે પ્રથમ સેકન્ડે જ ચાર પોઈન્ટ બાવન ગણા સબસ્ક્રાઈબ થયેલ હતુ અને ઇસ્યુનું બપોર ૧૨-૦૦ કલાકે સમય પૂર્ણ થતા મહનાગરપાલિકાના રૂ.૧૦૦ કરોડના બોન્ડ સામે ૩૬ રોકાણકારો દ્વારા રૂ૧૦૦.૭ કરોડની બીડ થયેલ જે ઈસ્યુ સાઈઝના ૧૦.૦૭ ગણો વધુ હતો.

Most Popular

To Top