SURAT

VIDEO: રમતાં રમતાં ફુગ્ગો ફૂટી જતા માસૂમ બાળક ગળી ગયો અને મોત થયું, છાતીથી લગાવી માતા રડતી રહી

સુરત(Surat): સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 10 મહિનાના બાળકનું (Children) ખૂબ જ વિચિત્ર રીતે મૃત્યુ (Death) થયું છે. બાળક ફુગ્ગા (Baloon) સાથે રમતો હતો ત્યારે અકસ્માતે (Accident) ફુગ્ગો તે ગળી ગયો હતો જે ગળામાં ચોંટી જતા તેનો શ્વાસ રૂંધાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બાળકના મૃત્યુની ઘટના સહન નહીં કરી શકતા માતા હોસ્પિટલમાં જ પોંક મુકીને રડી પડી હતી.

માતા પિતા માટે લાલબત્તી સમાન આ ઘટનાની વિગત એવી છે કે સુરતના કડોદરા વિસ્તારમાં શિવસાંઈ સોસાયટીમાં રહેતા પરિવારનો 10 મહિનાનું બાળક ફુગ્ગા સાથે રમતો હતો ત્યારે બાળક ફુગ્ગો ગળી ગયો હતો. ફુગ્ગો ગળામાં ફસાઈ જતા તે શ્વાસ લઈ શકતો નહોતો. ગભરાયેલા પરિવારજનોએ તાત્કાલિક 108 મારફતે બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તે બાળકને મૃત જાહેર કર્યું હતું. બાળક રમતા રમતા મૃત્યુ પામ્યું હોવાની વાત તેના માતા-પિતા સ્વીકારી શક્યા નહોતા. માતા લાંબા સમયથી સુધી વ્હાલસોયા બાળકને છાતી સરસો ચાંપીને રડતી રહી હતી. તેને કોઈ સૂધબુધ રહી નહોતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કડોદરા નજીકના ચલથાણ વિસ્તારમાં આવેલી શિવસાંઈ સોસાયટીમાં રહેતો 10 મહિનાનો બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયાંશુ પાંડે સાથે ઘરમાં રમતો હતો. માતા ઘરનું કામ કરવા રસોડામાં ગઈ હતી. ત્યારે 10 મહિનાના બાળકે ફુગ્ગો મોંઢામાં નાંખી દીધો હતો. જેનું રબર ગળામાં ફસાઈ ગયું હતું. ફુગ્ગો ફસાઈ જતા તેનો શ્વાસ રૂંધાયો હતો અને તે જોરજોરથી રડવા લાગ્યો હતો. તેથી માતા તરત જ દીકરા પાસે દોડી આવી હતી. ત્યારે અઢી વર્ષના પ્રિયાંશુ પાંડેએ જણાવ્યું કે આદર્શ ફુગ્ગો ગળી ગયો છે. માતાએ ફુગ્ગો કાઢવા જાતે પ્રયાસ કર્યા હતા, પરંતુ સપળતા મળી નહોતી. તેથી તાત્કાલિક પરિવાર 108માં તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેનું મોત થયું હતું.

બાળકના મોતના સમાચાર સાંભળી માતા પિતાને ઘેરો આઘાત લાગ્યો હતો. માતા તો કશું બોલી શકતી નહોતી. સતત રડ્યા કરતી હતી. બાળક ઘરમાં રમતું હતું ત્યારે તેના પર ધ્યાન નહીં રહેતા તે ફુગ્ગો ગળી ગયો અને આ ઘટના બની તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો માટે પણ 10 મહિનાના માસૂમ બાળકના મોતથી આઘાત પામ્યા હતા. માસૂમ બાળકના પોસ્ટમોર્ટમ બાદ તેનો મતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

બાળકને લઈ ચાર ખાનગી હોસ્પિટલોમાં માતાપિતા ગયા પણ…
રમતાં રમતાં ફુગ્ગો ફૂટી જવાના લીધે 10 મહિનાના આદર્શના ગળામાં રબર ચોંટી ગયું હતું. માતા પિતા બાળકને લઈ ચાર ખાનગી હોસ્પિટલમાં ગયા હતા પરંતુ દરેક ઠેકાણે એવો જ જવાબ મળ્યો કે સરકારી હોસ્પિટલમાં લઈ જાવ. જો તે ચાર હોસ્પિટલમાં બાળકને સારવાર મળી હોત તો કદાચ આજે તે જીવતું હોત.

Most Popular

To Top