લીમખેડા: લીમખેડા દાહોદ હાઇવે રોડ પર દાભડા ગામે વહેલી સવારમાં એસટી બસને ટેન્કરે પાછળ થી પુરઝડપે ટક્કર મારતાં બસમાં સુઇ રહેલા દશ જેટલા મુસાફરો ને ઇજાઓ પહોંચી હતી જેમાં સાત મુસાફરો ને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ ટેન્કર ના ક્લીનર તથા ડ્રાઈવર ને પણ ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોરબી થી દાહોદ જતી એસટી બસ ના ચાલકે લીમખેડા ખાતે મુસાફરો ને ઉતારી દાહોદ તરફી જતા હતા ત્યારે દાભડા ગામે વેહલી સવારના પાંચ વાગ્યા ના સુમારે ટેન્કર નં એમ એચ૦૪ જી આર ૮૩૫૨ નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ને એસટી બસને પાછળ જોરથી ટક્કર મારતાં એસટી બસમાં સુઇ રહેલા મુસાફરો એ ચિસાચીસ કરી મૂકી હતી.
જેમાં દસ જેટલા મુસાફરો ને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સાત જેટલા મુસાફરો ને ગંભીર ઈજાઓ થતાં જમા કમલેશ પ્રતાપ મહિના કમલેશ બળવંત પ્રતાપ ત્રણેય રહે પીપોદરા તા ધાનપુર વસતાં દીલીપ એમ પી ના મંજુ વરસીગ ભાભોર સલીમ અબ્દુલ ચોહાણ રહે લીમખેડા ચંદ્રિકાબેન ગનુભાઈ ભીન્ડોલ તા ધાનપુર નેવધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ ટેન્કર ના ક્લીનર તથા ડ્રાઈવર ને પણ ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લીમડી રોડ પર ટેમ્પાની ટક્કરે બાઇક સવાર પિતા, પાંચ દિવસના પુત્રનું મોત
લીમખેડા નજીક લીમડી રોડ પર દુધિયા ચોકડી પર ટેમ્પા ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ને બાઈક ચાલકને સામે થી ટક્કર મારતાં બાઈક પર સવાર પતિ પત્ની તથા પાંચ દિવસ નો નાનો છોકરો ઊછળીને રોડ પર પટકાતા સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં પિતા તથા તેના પાંચ દિવસના માસુમ બાળકનું કરુણ મોત નિપજ્યું હતું તેમજ મહિલા ને ઈજાઓ થઈ હતી ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો સ્થળ પર મૂકી નાસી છૂટયો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામના લક્ષ્મણ ભાઈ વિઠ્ઠલભાઈ વણકર તથા તેની પત્ની લક્ષ્મી બેન તથા પાંચ દિવસ નો નાના છોકરા ને પોતાની મોટરસાયકલ નં જીજે ૧૭ બી ઈ ૭૦૩૬ લઈને દુધિયા દવાખાને સારવાર કરવા ગયા હતા અને સારવાર કરાવી ને પરત પોતાની મોટરસાયકલ પર પ્રતાપપુરા જતાં હતાં ત્યારે દુધિયા ચોકડી પાસે લીમખેડા તરફથી ટેમ્પો નં જીજે ૨૦ વી૭૩૨૮ નો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ને બાઈક ને સામેથી ટક્કર મારતાં બાઈક પર સવાર ત્રણેય ઇસમો રોડ પર પટકાતા માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં લક્ષ્મણ ભાઈ તથા તેના પાંચ દિવસ નાં પુત્ર ને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતાં લક્ષ્મી બેન ને શરીરે ઓછી વતી ઈજાઓ થઈ હતી ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો સ્થળ પર મૂકી નાસી છૂટયો હતો લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે