કોરોના મહામારીના લીધે અર્થતંત્રને માઠી અસર પડી હતી, જેમાં ઇકવીટી બજાર પણ બાકાત રહ્યું નહતું. આ સંજોગોમાં પ્રાયમરી બજાર એકદમ સુસ્ત જોવા મળ્યું હતું. જોકે, કોરોનાથી બહાર આવી રહેલા અર્થતંત્રની સાથે પ્રાયમરી બજારમાં ફરીથી ધમધમાટ શરૂ થઇ જવા પામ્યો છે.
જેથી 2021 વર્ષના અંતિમ મહિનામાં આઇપીઓ બજારમાં લાઇનો લાગી છે અને અત્યાર સુધીમાં 10 આઇપીઓ બજારમાં આવી ચુકયા છે. જ્યારે હજુય 12 આઇપીઓ લાઇનમાં ઉભા છે. જે બજારમાં પ્રવેશવા માટે થનગનાટ કરી રહ્યા છે. સેબીએ 16 કંપનીઓને આઇપીઓ લાવવા માટે મંજુરી આપી દીધી છે.
જેમાંથી ચાર કંપનીઓ એમટીએઆર ટેકનો, ઇઝી ટ્રીપ પ્લાનર્સ, અનુપમ રસાયણ અને લક્ષ્મી ઓર્ગેનીકે આઇપીઓની તારીખો જાહેર કરી દીધી છે. જ્યારે સેબીની મંજુરી મળ્યા બાદ 12 કંપનીઓ આઇપીઓ લાવવા માટે પાઇપલાઇનમાં છે.
જે કંપનીઓને આઇપીઓ લાવવાની મંજુરી મળી ચૂકી છે તેમાં સુર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ક્રાફ્ટસમેન ઓટોમેશન, બાર્બેકયુ નેશન હોસ્પીટાલીટી, નઝારા ટેકનો, પુરાણીક બિલ્ડર્સ, આપીજય સુરેન્દ્રપાર્ક હોટલ્સ, ઇએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, કલ્યાણ જવેલર્સ અને પાવરગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં ક્રાફ્ટમેન ઓટોમેશન રૂ. 800 કરોડ અને કલ્યાણ જવેલર્સ રૂ. 1175 કરોડના આઇપીઓ માટે તારીખ જાહેર કરી દીધી છે. કલ્યાણ જવેલર્સ 16મી માર્ચે આઇપીઓ લાવી રહી છે.
આ ઉપરાંત, આપીજય સુરેન્દ્ર પાર્ક હોટલ્સ રૂ. 1000 કરોડ, સુર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ. 1300થી 1400 કરોડ, બાર્બેકયુ નેશન હોસ્પિટાલીટી રૂ. 1200 કરોડ, નઝારા ટેકનો રૂ. 2500 કરોડ અને પુરાણીક બિલ્ડર્સ રૂ. 1000 કરોડનો આઇપીઓ લોન્ચ કરશે. આધાર હાઉસીંગ ફાઇનાન્સ રૂ. 7300 કરોડ તો ઇએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ. 1000 કરોડનો આઇપીઓ લોન્ચ કરશે. લોઢા ડેવલપર્સનો રૂ. 2500 કરોડ અને ઇન્ડીયા પેસ્ટીસાઇડસ રૂ. 800 કરોડ તથા પાવરગ્રીડ કોર્પોરેશન રૂ. 7500 કરોડનો આઇપીઓ લાવશે.
સેબી પાસે જે કંપનીઓએ અરજી કરી છે, જેમાં મેક્રોટેક ડેવલપર્સ, સેવન આઇલેન્ઝ શીપીંગ, શ્યામ મેટેલીક્સ, સોના બીએલડબલ્યુ પ્રીસીઝન ફોર્જીગ, આરોહના ફાઇનાન્સીયલ સર્વિસીસ, દાદલા ડેરી, ઇન્ડિયા પેસ્ટીસાઇડસ, આધાર હાઉસીંગ ફાઇનાન્સ અને સિગાચી ઇન્ડ.નો સમાવેશ થાય છે. જેઓને હજુય સુધી સેબીની મંજુરી મળી નથી, જેની રાહ જોવાઇ રહી છે.