અહીંના ગેલિપ ઓઝતુર્ક નામના પ૬ વર્ષીય અબજપતિની પત્ની એવી ૨૩ વર્ષીય ક્રિસ્ટીના ઓઝતુર્કને બાળકો થતા ન હતા અને તેમણે સરોગસીનો આશરો લેવાનો નિર્ણય કર્યો.
અન્ય મહિલાઓની કૂખ ભાડે લઇને તેમણે બાળકો મેળવવાનું નક્કી કયું અને તેના પતિના વિર્યથી સરોગસી વડે તેણે ગયા વર્ષ દરમ્યાન 10 મહિનામાં ૧૦ બાળકો મેળવ્યા. સરોગેટ મહિલાઓની કૂખે જન્મેલા આ બાળકોને આ યુગલ બહુ જ ચાહે છે.
પ્રથમ બાળકનો જન્મ માર્ચ ૨૦૨૦માં થયો અને ત્યારબાદ વિવિધ સરોગેટ મહિલાઓએ ક્રિસ્ટીના વતી નવ બાળકોને જન્મ આપ્યો. આ યુગલને જો કે આ દસ બાળકો ઓછા લાગે છે અને તેઓ અતિ વિશાળ કુટુંબ ઇચ્છે છે અને તેઓ કહે છે કે તેઓ આ રીતે સરોગસી વડે ૧૦પ બાળકોના મા-બાપ બનવાની આશા ધરાવે છે.