વડોદરા : વર્ષ 2020 ડિસેમ્બરથી વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેરના ચાર પોલીસ મથકોમાં પ્રોહીબિશનના ગુના હેઠળ પોલીસે 1,07,14,270 રૂ.ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.જેમાં વાડી પો.મથકમાં કુલ બોટલ નંગ 2408 ,કિંમત 7,54,905, પાણીગેટ પો.મથકમાં બોટલ નંગ 16,629, કિંમત રૂ.27,01,760, મકરપુરા બોટલ નંગ 13,800,કિંમત રૂ.21,78,430,માંજલપુર પો.મથકમાં બોટલ નંગ 27,166 ,કિંમત રૂ.50,79,075 એમ ચાર પોલીસ મથકમાં કુલ મળીને કિંમત 1,07,14,270 રૂ.નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જેને તરસાલી બાયપાસ ચિખોદરા ગામની સીમમાં ખરાબાની જમીનમાં ગ્રામપંચાયતની મંજૂરી મેળવી શરાબના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 3 ડીસીપી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના જોન 3 વિસ્તારના કુલ 4 પોલીસ સ્ટેશન પાણીગેટ ,વાડી ,મકરપુરા અને માંજલપુર આ તમામ ચારેચાર પોલીસ મથકોમાં પ્રોહિબિશનન મુદ્દામાલ જેની વાર્ષિક કામગીરી કરવાની હોય છે,તે કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી.ડિસેમ્બર 2020 થી માંડીને ડિસેમ્બર 2021 કુલ 1 વર્ષની અંદર જેટલા પણ પ્રોહિબિશનના કેસો મકરપુરા, માંજલપુર, વાડી અને પાણીગેટમાં કરવામાં આવ્યા હતા.એ તમામ મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી ડિસ્ટ્રિક્ટ કોર્ટ માંથી મેળવી લેવામાં આવી હતી.અને આજરોજ નશાબંધી અધિકારી એકઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ તથા એસડીએમ કક્ષાના અધિકારીની હાજરીમાં વિદેશી શરાબના મુદ્દામાલને ચેક કરાયો અને મુદ્દામાલની ખરાઈ કર્યા બાદ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમ જણાવ્યું હતું.