પ્રેમીઓના દિવસ તરીખે ઓળખાતા વેલેન્ટાઇન ડેના દિવસે આજે શહેરભરમાં મોટી સંખ્યામાં લગ્નો યોજાયા હતા. જેને લીધે શહેરના રસ્તાઓ પણ ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઇ હતી. વેલેન્ટાઇન ડે દિવસ, લગ્નની તિથી અને રવિવાર હોવાને લીધે પણ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર હોવાને લીધે પણ સાંજથી રાતના 12 વાગ્યા સુધી શહેરના મુખ્યમાર્ગો પર લોકોની ભીડ જોવા મળી હતી.
કોરોના દરમિયાન તમામ સામાજિક અને ધાર્મિક પ્રસંગો પર નિયંત્રણ મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થતા રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન આયોજનો કરવાની છૂટ આપવામાં આવી છે. જેમાં 200 લોકોને ઉપસ્થિત રહેવાની છૂટ આપવામાં આવી છે.
કોરોનાકાળમા કેટલાક લગ્નો કેન્સિલ થયા હતા જે હવે કરવામાં આવી રહ્યા છે. 14,15અને 16 તારીખે મુહૂર્ત હોવાથી શહેરમાં ત્રણ દિવસમાંજ આશરે 1500 જેટલા લગ્નના આયોજનો છે. જોકે 14 તારીખ વેલેન્ટાઇન ડેનો દિવસ હોવાથી પ્રેમીઓના દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજે મોટી સંખ્યામાં લગ્નના આયોજનો રાખવામાં આવ્યા હતા.
તે ઉપરાંત રવિવાર હોવાથી સાંજે ટેવ પ્રમાણે સુરતીઓ ફરવા માટે નીકળી પડ્યા હતા. તેમાં કેટલાક રોડ પર જાન અને વરઘોડો નીકળતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. શહેરના અડાજણ, મજૂરાગેટસ પીપલોદ, વરાછા, વીઆઇપી રોડ, ઉધના સહિતના રોડ પર રાતના 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહી હતી.