મ્યાનમારમાં રવિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ ગયા મહિને લશ્કરી બળવા બાદ મતભેદ સામે હિંસક કાર્યવાહી ચાલુ રાખી હતી.
દેશમાં સૌથી મોટા શહેર યાંગોનમાંથી બે લોકો માર્યા ગયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, તેમાંથી એકના માથામાં અને બીજાને પેટમાં ગોળી વાગી હતી.સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, ઉત્તરી શહેર હપાકંતમાં જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓના ટોળા પર ગોળીબાર કર્યો ત્યારે ત્રીજી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેમજ મંડલેમાં એક મહિલાને માથામાં ગોળી વાગતાં મોત નીપજયું હતું. કારણ કે, સુરક્ષા દળો ક્લિયરન્સ ઓપરેશન ચલાવી રહ્યા હતા.
યાંગોનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં લોકોના ટોળા જોવા મળતા હતા. જેમાં કડક ટોપીઓ અને ગેસ માસ્ક પહેરેલા અને ગોળીબારના અવાજો વચ્ચે લોકો શેરી નીચે દોડતા જોવા મળે છે.સુરક્ષા દળોએ રોડ બ્લોક્સને આગ લગાવી દેતા કાળા ધુમાડા જોવા મળે છે. તેમજ ઇંસેન જિલ્લા સહિત યંગોનના અન્ય ભાગોમાં પણ ગોળીબાર અને રબરની ગોળીઓથી ઇજા થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
શનિવારે મ્યાનમારની સરકારના નાગરિક નેતાએ ફેબ્રુઆરી 1ના રોજ થયેલા બળવામાં સત્તા પર કબજો મેળવનારા લશ્કરી નેતાઓને હાંકી કાઢવા ‘ક્રાંતિ’ને ટેકો આપવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. સરકારની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં તેમણે કહ્યું કે, ‘આ રાષ્ટ્રની સૌથી અંધારી ક્ષણની નજીકની ક્ષણ છે’.
આ ઘટનામાં વાસ્તવિક મૃત્યુઆંક વધુ હોવાની સંભાવના છે. કારણ કે, પોલીસે કેટલાક મૃતદેહોને કબજે કર્યા હતા અને ઘણા પીડિતો ગંભીર ગોળીબારમાં ઘાયલ થયા હતા.
મ્યાનમાર માટે સ્વતંત્ર યુ.એન., માનવાધિકાર નિષ્ણાત, ટોમ એન્ડ્ર્યૂઝે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, વિશ્વસનીય અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 70 લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. જ્યારે, બિનસત્તાવાર અહેવાલો 90 લોકોના મૃત્યુની માહિતી આપે છે.