શ્વાસ સંબંધિત તકલીફને કારણે ભાઈલાલ અમીન હોસ્પિટલથી રિલાયન્સ હોસ્પિટલ, મુંબઈ ખાતે સારવાર માટે ખસેડાયા*
વડોદરા: વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હીનાબેન જીતેન્દ્રભાઈ ઠક્કર (વયઃ ૬૮ વર્ષ) ને ગંભીર શ્વાસ સંબંધિત તકલીફ (અસ્થમા) જણાતાં વધુ વિશેષ સારવાર માટે મુંબઈ સ્થિત રિલાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી.

તબીબી નિષ્ણાતોની સલાહ મુજબ દર્દીને ઝડપી અને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માટે ૧૦૮ એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા એર લિફ્ટ કરવામાં આવ્યા. વડોદરાથી મુંબઈ સુધીની સમગ્ર પ્રક્રિયા તબીબી ટીમની દેખરેખ હેઠળ સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

દર્દીને જરૂરી જીવનરક્ષક સાધનો તથા તબીબી સુવિધાઓ સાથે એર એમ્બ્યુલન્સ મારફતે સલામત રીતે મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ તેઓ રિલાયન્સ હોસ્પિટલ, મુંબઈ ખાતે નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે.
૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને ઝડપી અને કાર્યક્ષમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના પરિણામે સમયસર સારવાર મળી દર્દીઓના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ સહાય પ્રાપ્ત થઈ રહી છે.