કરજણ નવા બજાર સંતોષીનગર વિસ્તારમાં ઘટના, નાસભાગ છતાં સદનસીબે જાનહાનિ ટળી
વાયર હટાવવાની અગાઉથી જાણ છતાં GEBની બેદરકારી, હેલ્પલાઇન બની “શોભાના ગાંઠિયા”
( પ્રતિનિધિ ) વડોદરા, તા.3 :
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવા બજાર વિસ્તારમાં આવેલા સંતોષ નગર આંગણવાડી પાસે હોળી પ્રગટાવતી વખતે મોટી દુર્ઘટના ટળી છે. સ્થાનિક લોકો દ્વારા હોળી સળગાવવામાં આવતા ઉપરથી પસાર થતી જીઈબીની ઇલેક્ટ્રિક લાઈનમાં આગ લાગી હતી અને જીવંત વીજ વાયર તૂટી નીચે પડતા વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
પ્રાપ્ત વિગતો મુજબ, સંતોષ નગર વિસ્તારમાં હોળી પ્રગટાવવાની તૈયારી પહેલા જ સ્થાનિકોએ જીઈબીના કર્મચારીઓને ઉપરથી પસાર થતી વીજ લાઈન હટાવવા અંગે જાણ કરી હતી. તેમ છતાં લાઈન હટાવવામાં આવી નહતી. પરિણામે હોળી પ્રગટાવતી વખતે વીજ લાઈનમાં આગ લાગતાં જીવતો વાયર તૂટી નીચે પડ્યો હતો.
ઘટનાના સમયે સ્થાનિકોએ તાત્કાલિક વીજ કંપનીના ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેલ્પલાઇન નંબર બંધ આવતા “શોભાના ગાંઠિયા” સમાન સાબિત થયો હતો. લેન્ડલાઈન ફોન પણ સતત બંધ આવતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે? શું જીઈબી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? એવી કડક ટીકા સાથે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છ