વરિષ્ઠ ઓપનર (Senior opener) કેએલ રાહુલની હેમસ્ટ્રિંગ (Hamstring) ની ઈજા વધતાં ભારતની ટીમ(Team India) માંથી બહાર રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમ આગામી મહિને વન-ડે શ્રેણી માટે ઝિમ્બાબ્વે(Zimbabwe) નો પ્રવાસ કરશે. રાહુલની ઈજા તેના ટી20 વર્લ્ડ કપની તકોને સંભવતઃ જોખમમાં (in danger) મૂકી શકે છે.
ભારત 18, 20 અને 22 ઓગસ્ટે ઝિમ્બાબ્વેમાં 3 વન-ડે રમશે.
તાજેતરમાં જ લેન્કેશાયર સાથે તેની ઇંગ્લિશ કાઉન્ટી કારકિર્દીની શાનદાર શરૂઆત કરનાર ઑફ-સ્પિનર વૉશિંગ્ટન સુંદર, હેમસ્ટ્રિંગ અને પીઠની ઈજાઓમાંથી સાજા થઈ સંપૂર્ણ ફિટ થયા બાદ સીમર દીપક ચહર સાથે ટીમમાં પાછો ફર્યો છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, ”કેએલ રાહુલ કોવિડ-19માંથી સાજો થઈ ગયો છે, પરંતુ તેની હેમસ્ટ્રિંગની ઈજા ફરી ઊભી થઈ હોવાનું જણાય છે. રાહુલને ઝિમ્બાબ્વે માટે પસંદ કરવામાં આવવાનો હતો, પરંતુ હવે તેના પુનરાગમનની તારીખ નક્કી કહી શકાય નહીં.”
દરમિયાન, વિરાટ કોહલી, સુકાની રોહિત શર્મા, ઋષભ પંત, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. કારણ કે, ટી20 વર્લ્ડ કપ માટે ત્રણ મહિનાથી ઓછો સમય બાકી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિરાટે પસંદગીકારો સાથે વાત કરી હતી કે તે એશિયા કપથી ઉપલબ્ધ રહેશે. પ્રથમ ટીમના ખેલાડીઓને વર્લ્ડ ટી-20ના અંત સુધી એશિયા કપમાંથી ભાગ્યે જ આરામ મળશે. તેથી વિન્ડીઝના પ્રવાસ પછી આ બે અઠવાડિયાની વિન્ડો છે જ્યારે તેઓ આરામ કરી શકે છે.
રોહિત, રાહુલ અને પંતની ગેરહાજરીમાં હંમેશાની જેમ શિખર ધવન ટીમનું નેતૃત્વ કરશે.
3 વન-ડે માટે ભારતની ટીમઃ
શિખર ધવન (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટ-કીપર), સંજુ સેમસન (વિકેટ-કીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.