Business

હીનાનાં બેશરમ રંગ ઓછા થતા નથી

‘પઠાણ’ ફિલ્મને ટૂકડા ટૂકડામાં સફળ કરવાની યોજના ચાલી રહી હોય એમ લાગે છે એટલે હમણાં ‘બેશરમ રંગ’ વિશેની ચર્ચા અને વિવાદ ચાલી રહ્યા છે. શાહરૂખ અને દિપીકા પાદુકોણ તો જોકે ખુશ છે કારણકે એ ગીત પાસે તેમણે એ જ અપેક્ષા રાખેલી. હવે ગીતો પણ ટ્રેલરના કામ કરે છે એટલે તેનું ભરપૂર માર્કેટિંગ થાય છે. ‘બેશરમ રંગ’ ગીત દિપીકા – શાહરૂખના બેશરમ રંગને  પણ બતાવે છે પણ સફળ થયું એટલે તેના બીજા વર્ઝન પણ બની રહ્યા છે અને તે એવા કે કનિકા માન અને સ્ટાઇલીશ હીના ખાનના આ ગીત પરનાં ડાન્સ વિડીયો પણ બહાર આવ્યા છે. એક અર્થમાં આ ગીત વડે તેઓ પણ પ્રસિધ્ધિ મેળવવા માંગે છે. હીના ખાન  તો પોતાની સ્ટાઇલથી તેના ચાહકોના દિલ પર રાજ કરે જ છે. અને ગીતમાં તેણે ગોલ્ડન ડ્રેસ પહેર્યો છે અને તેમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. તેને એ લાભ થઇ રહયો છે કે દિપીકા – શાહરૂખ અને ‘પઠાન’નો બોયકોટ થઇ રહ્યો છે પણ હીનાનો થતો નથી. ૨૫ જાન્યુઆરીએ  ‘પઠાણ’ રિલીઝ થવાની છે ત્યારે હીનાનો ‘પઠાણ’ના ગીતનો ડાન્સ સફળ થતો હોય તો મૂળ હેતુ તો સકસેસ જ છે.

હીના હંમેશા લાઇમ લાઇટમાં રહેતી હોય છે અને ‘બિગબોસ’માં ઘરમાં ગયા પછી તેની લોકપ્રિયતા ઓર વધી ગઇ છે. રોકી જયસ્વાલ સાથેની રિલેશનશીપના કારણે પણ તે ગપશપ કરનારાઓની ફેવરીટ છે. એટલે ‘બેશરમ રંગ’ના ડાન્સ-ગીતમાં તો ઘણાને તે દિપીકા કરતાં પણ વધારે હોટ લાગી છે. સ્ટાર પ્લસની ‘યે રિશ્તા કયા કહેલાતા હે’ની અક્ષરા અને ‘કસૌટી ઝિંદગી કી’ની કોમોલિકા આમ છે કાશ્મીરી મુસ્લિમ પણ મુંબઇ આવી બીલકુલ ફિલ્મી બની ગઇ છે. હજુ ૩૫ મા વર્ષે પણ અપરિણીત છે. ‘હેક્‌ડ’, ‘અનલોક’, ‘વિશલિસ્ટ’, ‘લાઇન્સ’ (આમાંની છેલ્લી બે ફિલ્મની તે સહનિર્માત્રી પણ હતી) અને હવે ‘કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ’ ફિલ્મ આવી રહી છે તેની સહનિર્માત્રી પણ હીના જ છે. ફિલ્મો અને ટી.વી. માં ભૂમિકા ભજવવાથી વધુમાં સ્પેશિઅલ અપિરિયન્સમાં આવનારી હીનાની આ વર્ષે ‘સેવન વન’ વેબ સિરીઝ પણ આવી હતી. હીના બિઝી રહેવાનું અને ચર્ચામાં રહેવાનું બરાબર જાણે છે. ઓછા કપડાથી પણ તે આવું કરે છે. લોકોને ય એવું ગમે છે તો ‘હીના’નો રંગ તો ચડે જ કે નહીં? ફિલ્મો, ટી.વી. સિરીયલો અને વેબ સિરીઝ જોનારા માટે સેન્સેશનલ પૂરવાર થાઓ તો સફળતાને વાંધો ન આવે. હીનાને તો પોતાના દરેક કામ એચિવમેન્ટ જેવા લાગે છે. ‘ફિયર ફેકટર: ખતરોં કી ખિલાડી’ની એક સ્પર્ધક રહેલી હીના ખતરોકી ખિલાડી જ છે. •

Most Popular

To Top