National

હિમાચલના નવા મુખ્યમંત્રી સુખવિંન્દર સીંગ સુખ્ખુ બન્યા મુકેશ અંગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી ઘોષિત

નવી દિલ્હી : હિમાચલ (Himachal) પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને નાદૌન મતવિસ્તારના ચોથી વખત ધારાસભ્ય સુખવિંદર સિંહ સુખ્ખુ (Sukhwinder Singh Sukhkhu) રાજ્યના નવા મુખ્યમંત્રી (Chief Minister) બનશે. હરોલીના કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ અગ્નિહોત્રી (Mukesh Agnihotri) નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) બનશે. શનિવારે શિમલા વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુખ્ખુ નામની જાહેરાત કરવામાં આવી હતી. સુખવિંદર સુખ્ખુ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુખ્ખુના સેરા ગામમાં ઉજવણીનો માહોલ છે. માતા સંસાર દેઈ પત્ની કમલેશ ઠાકુર અને બંને પુત્રીઓ પોતાની ખુશીની લાગણીઓ છુપાવી શક્યા ન હતા..

ચૂંટણી નિરીક્ષક દરેક ધારાસભ્યને વ્યક્તિગત રીતે મળ્યા
ચૂંટણી નિરીક્ષક અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા રાજધાની શિમલાના ચૌરા મેદાનની સિસિલ હોટલમાં દરેક ધારાસભ્યને વ્યક્તિગત રીતે મળ્યા હતા. વિધાનસભા પરિસરમાં પાંચ વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી નિરીક્ષકો ભૂપેશ બઘેલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજીવ શુક્લાને ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવા જણાવ્યું હતું.

નામને લઇને શરુ થયા વિવાદો અને નારેબાજી શરુ થઇ હતી
મુખ્યમંત્રીના નામની ઘોષણાને લઇને વિવાદો શરુ થયા હતા. જેથી હરોલીથી કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ અગ્નિહોત્રી ધારાસભ્ય દળની બેઠક છોડીને વોકઆઉટ કરી ગયા હતા. ચૌરા મેદાન સ્થિત સિસિલ હોટલની બહાર સમર્થકો પ્રતિભા સિંહની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સમર્થકોને રોકવા પોલીસ માટે મુશ્કેલ બની ગયું છે. પ્રતિભાના સમર્થકો સાતમી વખત ‘હોશમાં આવો’, હાઈકમાન્ડના નારા લગાવી રહ્યા છે. છ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના નામ પર વોટ લેવામાં આવ્યા હતા, હવે તેની અવગણના કરવામાં આવી રહી છે.

પરિણામો પછી બે દિવસમાં સમીકરણો બદલાયા
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે આવ્યા. હિમાચલમાં, જેમાં 68 વિધાનસભા બેઠકો છે, કોંગ્રેસના 40 ઉમેદવારો જીતી ગયા છે, જ્યારે ભાજપ 25 થઈ ગયો છે. કોંગ્રેસની જીત સાથે જ પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. શુક્રવારે દિવસભર શિમલામાં પાર્ટી હેડક્વાર્ટર રાજીવ ભવનમાં હોબાળો થયો હતો. પ્રતિભા સિંહના સમર્થકો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા રહ્યા. તે જ સમયે, પ્રચાર સમિતિના વડા સુખવિંદર સિંહ સુખુના સમર્થકો પણ તેમની તરફેણમાં નારા લગાવતા રહ્યા. જો કે, સુખુએ પોતાને મુખ્ય પ્રધાનપદની રેસમાંથી બહાર રાખ્યા.

Most Popular

To Top