Charchapatra

હિજરીસન- ઇસ્વીસન- વિક્રમ સંવત અને રમઝાન

હિજરીસનની શરૂઆત ઇસ્વીસન 622માં પયગમ્બર હજરત મોહમ્મદ સલ્લાવો અલય હવા સલ્લીમ મક્કા શરીફ છોડી મદીના શરીફ તેમના ઉમ્મત સાહીબીઓ સાથે ગયા તે દિવસ 1લી મોહરમના દિવસથી હિજરીસનની શરૂઆત થઇ. કેલેન્ડર એક સરખું હોત તો હિજરીસન 2024ની ઇસ્વીસનમાં 1402 હિજરીસનમાં 43 વર્ષનો વધારો થયો. ઇસ્વીસન 365 દિવસનો હોય છે. સિવાય કે દર ચાર વર્ષે લીપઇયરમાં 366 દિવસનો વર્ષ થાયજેમકે 2024, 2029, 2032માં એક દિવસનો ઉમેરો થાય. આમ હિજરી સન દર વર્ષે 11 દિવસ પાછળ જતો જાય. લીપ ઇયરમાં 12 દિવસ પાછળ જાય. હિજરીસન 354 દિવસનું કેલેન્ડર ચાંદ પર આધારિત ચાંદ અમાસ બાદ જયાં નજર આવે તે વિસ્તારમાં 1લી તારીખ શરૂ થાય.

આમ હિજરી સનમાં મહિનો કયાં તો 29 દિવસનો અથવા 20દિવસનો થતો હોય છે. જેમકે ગયા વર્ષે 2023માં 22મી એપ્રિલના દિવસે રમઝાન ઇદ (ઇદ ઉલ ફિત્ર) હતો. 2024માં રમઝાન ઇદ (ઇદ ઉલ ફિત્ર) 11મી એપ્રિલના રોજ આવી છે. એટલે 11 દિવસનો ફરક રહ્યો. ઇસ્વીસન (અંગ્રેજી કેલેન્ડર) સીઝન (મોસમ)ની સાથે ચાલતું કેલેન્ડર છે જેમકે ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલ-મે માં ચાર મહિનો શિયાળો, જૂન, જુલાઇ- ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ચોમાસુ. ઓકટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ચાર મહિનામાં ઉનાળો. વિક્રમ સંવત 360 દિવસનો હોય છે. દર મિહનો 30 દિવસનો હોય છે. તેથી લીપ ઇયરની જેમ અધિક માસનો ઉમેરો થતા ફરી મોસમની સાથે ચાલે એટલે દિવાળી ઠંડીની મોસમમાં જ આવેહોળી ધુળેટી ગરમીની મોસમમાં જ આવે છે.

પરંતુહિજરીસન મોસમ પર આધારિત નથી. વર્ષે 11 અથવા 12 દિવસના ફરકના લીધે કોઇપણ મોસમમાંરમઝાન આવી શકે. હા, ગરમીની મોસમમાં રમઝાન પુરો થયો આવતા વર્ષે એપ્રિલ મહિનો રમઝાનમાં આવશે નહીં. માર્ચ મહિનામાં જ રમઝાન પુરો થઇ જશે. ત્રણ વર્ષ બાદ ફેબ્રુઆરીમાં ત્યારબાદ જાન્યુઆરમાં રમઝાન આવશે. ત્યારબાદ ડિસેમ્બરમાં રમઝાન માસ આવશે. આમ ઠંડીની મોસમમાં જ રમઝાન આવશે. આમ દર 11 વર્ષે મોસમ બદલાય જશે. આમ તેજ તારીખની આસપાસ પહોંચવા માટે રમઝાનને 33 વર્ષ લાગે. જેમ 31મી જુલાઇ 1980ના રોજ 17મું રોઝો હતો. જયારે મોહમ્મદ રફીએ ફાની દુનિયાને અલવિદા કીધી. જયારે 33 વર્ષ બાદ 2013ની સાલમાં રમઝાનની શરૂઆત 11મી જુલાઇના રોજ થઇ હતી.

17મા રોઝાના દિવસે 27મી જુલાઇના રોજ થઇ હતી. 17મા રોઝાના દિવસે 27મી જુલાઇ હતી. આમ 31મી જુલાઇ 1980 અને 27મી જુલાઇ 2013 33 વર્ષ બાદ ફકત ચાર દિવસોની 17મા રોઝામાં ફકત ચાર દિવસનો ફરક રહ્યો. આમ રમઝાનની સાથે તમામ મુસ્લીમ તહેવારો મોસમની સાથે સાથે ચાલતુ નથી. મીસરીસન (દાઉદી વહોરા સમાજનું કેલેન્ડર) પણ 354 દિવસનું હોય છે જે ચાંદ પર આધારિત નથી પરંતુ દર મિહનો નિશ્રીત 29 અથવા દિવસનો છે જેમકે રમઝાન મહિનો 30 દિવસનો જયારે શાબાન મહિનો 29 દિવસનો રજબ મહિનો 30 દિવસનો હોય છે. હિજરીસન કરતા એક અથવા બે દિવસનો ફરક ચાંદના આધારે રહે છે. 2002માં રમઝાનની ચાંદ રાત 7મી નવેમ્બરના રોજ હતી. રમઝાન શરૂઆત 8મી નવેમ્બર 2002થી થઇ હતી.

આમ હિજરીસન-ઇસવીસન વચ્ચેનો 11 અથવા12 દિવસના ફરકના લીધે રમઝાન મુસ્લીમ સતત મોસમ બદલાતુ રહે છે. સામાન્ય રીતે હિજરીસન દર ત્રણ વર્ષે 1 મહિનો પસાર કરે છે. તેથી હાલની ધગધગતી ગરમીથી ધીમે ધીમે છઠ્ઠા વર્ષે ઠંડીની મોસમમાં રમઝાન મહિનો આવશે. આમ દર 11 વર્ષે રમઝાન એકમોસમ પસાર કરતુ હોય છે. આમ 2025માં રમઝાન માર્ચ મહિનામાં જ રહેશે. એપ્રિલ માસ આવશે નહીં 2028માં ફેબ્રુઆરીમાન 2031માં જાન્યુઆરી માસમાં રમઝાન રહેશે.
સુરત     – મોહિન મલિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top