સ્મશાન ટ્રસ્ટ દ્વારા નુકસાન ભરપાઈ કરવા નગરપાલિકાને અનુરોધ
હાલોલ:
હાલ માં ચોમાસાની સિઝનમાં ગુજરાતભરમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેવા સમયમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ અને છેલ્લા બે ત્રણ દિવસથી હાલોલમાં ભારે વરસાદના કારણે વડોદરા રોડ ઉપર મહાદેવ મંદિર અને શાંતિવન સ્મશાનની પાછળની દિવાલ તથા ગેસ સ્ટેશન બાજુની દીવાલ એમ બે બાજુની લગભગ 200 ફૂટ જેટલી કમ્પાઉન્ડ વોલની દીવાલ તૂટી ગઈ હતી અને સ્મશાનમાં મુકેલા લાકડામાંથી લગભગ 500 થી 1000 મણ લાકડા તણાઈ ગયા હતા. તેનાથી સ્મશાન ટ્રસ્ટને મોટું નુકસાન થયું હતું.

હાલોલ શાંતિવન સ્મશાનમાં મોટા નુકસાનના પગલે સ્મશાન ટ્રસ્ટના ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલે નગરપાલિકા હાલોલને શાંતિવન સ્મશાન ગૃહમાં થયેલા મોટા નુકસાન અંગેની જાણ કરી નુકસાન ભરપાઈ કરવા માટે લેખિત અરજી આપી ઘટતું કરવા નગરપાલિકા હાલોલને ભલામણ કરી છે.
