Halol

હાલોલ શહેરમાં હિન્દુત્વ રક્ષક સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતીની ભવ્ય ઉજવણી


હાલોલ:
હાલોલ શહેરમાં હિન્દુત્વના રક્ષક તરીકે ઓળખાતા સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતી ભક્તિભાવ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલ શહેરના ગોધરા બાયપાસ રોડ સામે આવેલ વાળીનાથ મહાદેવના પ્રાંગણમાં ઉત્તર ભારતીય રાજભર સમાજ સંગઠન, હાલોલ પંચમહાલ દ્વારા રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પૂજા-અર્ચના તેમજ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીના જીવન, શૌર્ય અને હિન્દુત્વ માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયદ્રસિંહજી પરમાર, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુર ધ્વજસિંહ પરમાર, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ, પારસ પટેલ સહિત ભાજપના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉત્તર ભારતીય રાજભર સમાજ સંગઠનના હોદ્દેદારો અને સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહી ઉજવણીમાં ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં, ઢોલ-નગારા અને જયઘોષ સાથે ખૂબ જ રંગેચંગે રીતે સંપન્ન થયો હતો.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top