શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ રખડતાં ઢોર અંગેની નીતિનો કડકપણે અમલ કરવા માટે ઢોરવાડની વ્યવસ્થા ઊભી કરવા જાહેરાત કરી દીધી છે,જે અંતર્ગત રખડતાં ઢોરને રાખવા અને તેની સંપૂર્ણ તકેદારીનોખર્ચ સરકાર ઉઠાવશે. રખડતાં ઢોર એ સામાન્ય પ્રજાજનોને માથે જોખમ તોળનાર છે. સમગ્ર દેશમાં છેલ્લાંસાત વર્ષમાં આ ઢોરોનું પ્રમાણ વધ્યું છે. આ વધારો 10% થી 15% જેટલો નોંધાયો છે. રખડતાં ઢોર ખેતીવાડીની જમીનને, ઉત્પાદિત પાકને જાહેર સંપત્તિને તો નુકસાન કરે જ છે. પણ તેના લીધે કેટલાય લોકો જીવ પણ ગુમાવે છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં આશરે 5000 જેટલા અકસ્માતો રખડતાં ઢોરને લીધે સર્જાયા છે તો 28 જેટલાંલોકોએ જીવ ગુમાવ્યા છે એ દૃષ્ટિએ જોતાંસરેરાશ એક મહિનામાં 6થી 7 લોકો આ સમસ્યાને લીધે જીવ ગુમાવી રહ્યાં છે. જીવ ગુમાવનાર વ્યક્તિનાં પરિવારની પરિસ્થિતિનું શું? આ વિચાર કરનાર પણ કોણ? વાસ્તવમાં 31 માર્ચના રોજ રખડતાં ઢોર અંગે કાયદો પસાર કરવામાં આવ્યો હતો પણ તેના અમલમાં કયાં કાચુંકપાયું એ ન સમજાયું. જો અમલ યોગ્ય રીતે થયો હોત તો એ વારો આવ્યો નહોત. સાહેબ સાથે બનેલી આ ઘટનાથી તંત્ર સફાળુંજ બેઠું થઇ ગયું હોય એમ લાગે છે. 24-8-22ના રોજ આ અંગેના કાયદાનો કડકપણે અમલ થશે. એ અંગેની ખાતરીપૂર્વકની જાહેરાત થઇ છે અને તે માટે ઢોરવાડાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે. જો આ નીતિનો અમલ થાય તો લોકોના અકસ્માતોની અને મોતની ઘટનાને નિવારી શકાય. ખરેખર આ જાહેરાતથી સામાન્ય પ્રજાએ હાશકારોનો દમ લીધો છે.
ભટાર- ત્રિવેદી ભાવિશા પી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હવે રખડતાં ઢોર ખરેખર રખડતાં જોવા ન મળે તો હાશ
By
Posted on