Vadodara

હરણી બોટ દુર્ઘટના બાબતે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી

વડોદરા , તા. ૨૩

હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયાં હતાં. આ મામલામાં પોલીસે એફઆઈઆર નોંધીને અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાબતે ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે ત્યારે આ ઘટના બાબતે સુપ્રીમકોર્ટમાં પણ  પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

મહત્વના મુદ્દા :

·   મૃતકના પરિવારજનોને વળતર વધારે મળવું જોઈએ.

·        ઘટના બાબતે કોર્ટ મોનીટરીંગ ઇન્વેસ્ટીગેશન થવું જોઈએ.

·        Noc આપ્યા બાદ ચકાસવાની જવાબદારી કોણી હતી ?

·        કોઈ પણ સરકારી અધિકારીઓનું ફરિયાદમાં નામ કેમ નથી ?

મોરબી બ્રિજ ઘટનાના એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા હરણી બોટ દુર્ઘટના મામલે મૃતકો તરફે રહીને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. તેમના દ્વારા ખાસ ત્રણ મુદ્દાનો ટાંકવામાં આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વળતરમાં વધારો થવો જોઈએ, એફઆઈઆરમાં કોઈ સરકારી અધિકારીનું નામ કેમ નથી? જયારે મહાનગરપાલિકા દ્વારા કેવી રીતે તપાસ કરવામાં આવી અને કયા અધિકારી કરી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ અને આ સમગ્ર મામલે કોર્ટ મોનિટરિંગ તપાસ થવી જોઈએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કોન્ટ્રાક્ટ પીપીપી મોડલ પર આપવામાં આવ્યો હતો ત્યારે તેની તપાસ કરવાની જવાબદારી કોર્પોરેશનની બને છે તેવી અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે પાલિકા આ બાબતે તપાસ ક્યારે કરશે અને મૃતકોને ન્યાય ક્યારે અપાવશે. પીપીપી હેઠળ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની પાસે માત્ર પેડલ બોટ ચલાવવાની પરવાનગી હતી પરંતુ તે એન્જિન બોટ ચલાવતો હતો. તે છતાં પણ પાલિકાના અધિકૃત અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં ન આવી અને બાળકોનો જીવ ગયો માટે જે તે તપાસ અધિકારીઓનો પણ આરોપી તરીકે સમાવેશ થવો જોઈએ. વર્ષ ૧૯૯૬માં દહેરાદુનમાં નદીમાં બોટ પલટી જતા મોટી સંખ્યામાં બાળકો ડૂબી ગયા હતા જેમાં શાળા દ્વારા દરેક મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. જેથી આ ઘટનામાં શાળા પણ જવાબદાર બને છે માટે ટ્રસ્ટીઓ અને માલિકો એ પણ મૃતકોના પરિવારજનોને વળતર આપવું જોઈએ.

Most Popular

To Top