આઝાદીની ૭૫ મી વર્ષગાંઠનું વર્ષ છે. આઝાદી બાદ ઘણાં ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી આ માટે કોઇ એક પક્ષ જવાબદારી ન લઇ શકે. જ્ઞાતિવાદ, કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદનો ભરડો ચૂંટણીઓમાં ઘુસી ગયો હતો જે ધીરે ધીરે ઓછો થાય છે. દરેક ચૂંટણીમાં લોકશાહી મજબૂત થઇ બહાર આવી રહી છે. વોટબેન્કને ખીસામાં લઇને ફરતા પક્ષો અને દલાલ રાજકારણીઓ હવે રાજકીય બેરોજગારી ભોગવે છે. લોકસભા, રાજયસભા, કોર્પોરેશનો અને ગ્રામ પંચાયતમાં ગુનાહિત હિતો ધરાવતા હજુ ચુંટાઇ રહ્યા છે તે હકીકત ન ભૂલવી જોઇએ. મતદારો આ માટે જવાબદાર કહેવાય. દેશમાં મુઠ્ઠી અસહિષ્ણુતા ભોગવતા અસંતુષ્ટો (કલાકારો, રાજકારણીઓ) દેશનાં આધુનિક અમીચંદો અને મીરઝાફરો લોકશાહીના લૂણા બરોબર છે. સરંક્ષણ અને બીજા રાષ્ટ્રીય પ્રશ્નો પરત્વે વામણો વિરોધ કરવો. રાષ્ટ્રધર્મ પ્રત્યે વિદ્રોહ સમાન છે. સરહદો સળગે છે ત્યારે રાષ્ટ્રીય ઐકય દ્વારા ફકત અને ફકત રાષ્ટ્રીય હિતો જાળવીએ અને દુશ્મન દેશોના બદઇરાદાઓ પર વિજય મેળવીએ.
અમદાવાદ- અરુણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હમ કરે રાષ્ટ્ર આરાધના
By
Posted on