વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલ કોઠી વિસ્તારમાં આવેલ સરકારી પ્રેસની સામે પીવાનું ચોખ્ખું પાણી રોડ પર વહેતું નજરે જોવા મળ્યું હતું. એકબાજુ શહેરીજનો પીવાના પાણી માટે વલખા મરી રહ્યા છે અને બીજી બાજુ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. હજારો ટન પાણી રસ્તા વેફાઈ રહ્યું છે જેથી રહીશો દ્વારા પાલિકા તંત્ર વહેલી તકે કામગીરી હાથમાં લે તો આ જે હજારો ટન પાણીનો વેડફાટ થાય છે તે ના થઇ શકે અને નગરજનોને પાણી માટે વલખા ના મારવા પડે . શહેરના કોઠી વિસ્તાર પાસે આવેલ સરકારી પ્રેસની સામે પાણીના વાલ્વ માંથી હજારો પાણી રોડ પર વહેતું હતું તેની જાણ સ્થાનિકો દ્વારા વિસ્તારનાં નગરસેવક જાગૃતિ કાકાને કરાતા તેમને ગણતરીના કલાકમાંજ આ કમગીરી કરવા અધિકારીઓને સુચના આપી હતી.
અધિકારીઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે જઈને કામગીરી ચાલુ કરી હતી આ પાણીની લાઈન એટલી હદે લીકેજ હતી કે અમથી હજારો ગેલન પાણી રોડ રસ્તા પર વહી ગયું હતું અને સ્થાનિકોને પણ અવર જવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસમાં પણ જાણ કરી હતી પરંતુ કોઈ અધિકારી સુધ્ધા ફરક્ય હતા નહિ જેથી વિસ્તારનાં લોકોએ સ્થાનિક નગરસેવક જાગૃતિબેન કાકાને જાણ કરતાની સાથે જ તે સ્થળ પર જઈને માહિતી મેળવી હતી જેથી તેમને તાત્કાલિક સ્થળ પર જ અધિકારીને બોલાવીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સુચના આપવામાં આવી હતી. અધિકારીઓએ પણ નગરસેવકની સુચનાથી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી જેથી સ્થાનીકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
2 થી 3 દિવસ પહેલા પણ વોર્ડ અધિકારીને રજુઆત કરી
આ પાણીનો વેડફાટ બે થી ત્રણ દિવસ પહેલાથી જ છે. અમે વોર્ડ ઓફિસમાં અધિકારીને રજૂઆત કરી હતી છાતા પણ કોઈ અધિકારી અહિયાં સુધ્ધા ફરક્ય નહતો. પરિણામે અમે અમારા વિસ્તારનાં નગરસેવક જાગૃતિબેન કાકાને જાણ કરી હતી જેથી તેમને તાત્કાલિક ઘટના સ્થળે આવીને અધિકારીઓને બોલાવી ત્વરિત કામગીરી કરવી હતી. – અલ્પેશભાઈ, સ્થાનિક