Vadodara

સ્વામી વિવેકાનંદ યુવા સપ્તાહ અંતર્ગત પીન્કલભાઈ ભટ્ટ દ્વારા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

(પ્રતિનિધિ), વડોદરા. તા.16

કાંતિલાલ લાભશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, સંસ્થાપક પીન્કલભાઈ કિશોરભાઈ ભટ્ટ ના લેખો યુનાઈટેડ નેશન એફિલિયેટ યુનિસેફ વોઇસ ઓફ યુથ આર્ટિકલ્સ, પર્યાવરણ બચાવો, બાળ હક્કો, રોજગારલક્ષી શિક્ષણ, વગેરે વિષયના વક્તવ્ય સાથે ઉતરાયણમાં જીવદયા કરુણા, પંખી બચાવો અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સોશિયલ વર્ક, કોમર્સે, સાયન્સ, આર્ટસ ફેકલ્ટીના વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને વિશ્વની ટોપ 10 યુનિવર્સિટીઝ વર્લ્ડવાઇડમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સ્થાન મેળવે તેવો શૈક્ષણિક કર્મયોગનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સાથે 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની શુભેચ્છા સાથે આગામી 2028 ઓલિમ્પિકમાં હિન્દુસ્તાનની સ્વદેશી રમતો, યોગ-પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારને સ્થાન મળે તેવી બરોલિંપિક દ્વારા માંગણીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top