વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક યોજાઇ
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ, સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા,રોડ, રસ્તા ,ગટર ,પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો તથા મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તાના કામો હોય એમાં ફુલ સ્પીડથી કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે. જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.
સ્વચ્છતા સર્વેક્ષણ માટે તમામ અધિકારીઓને દિલો જાનથી કામ કરવા સૂચના
By
Posted on