સ્થાનિક લોકોમાં આક્રોશ, બાળકોની સુરક્ષાને લઇ ચિંતા; રસ્તાની ખરાબ હાલત સુધારવાની માંગ તેજ

વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરના ઈલેકશન વોર્ડ નં. 5 માં રસ્તાઓ પર કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે, જેના કારણે ત્યાં રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્કૂલ જતા બાળકો અને રોજના જતા આવતા લોકો માટે ખાડાઓ કારણે અકસ્માત થવાની ભય રહે છે.
સ્થાનિક રહીશોનો આક્રોશ છે કે, ટ્રાફિક નિયમોના અમલ માટે હેલ્મેટની તાકીદ કરી પેનલ્ટી વસૂલાય છે, પરંતુ જેને લીધે લોકોની જિંદગી ખતરામાં પડી શકે એવા ખાડાઓ બંધ કરાવવા માટે કોર્પોરેટરો કોઈ પગલું લેવામાં રસ નથી બતાવતાં. લોકો ઘણી વખત ફરિયાદ કરવા છતાં રસ્તાની હાલતમાં હજુ સુધી કોઈ સુધારો થયો નથી અને પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે.

રહીશોની માંગ છે કે, વોર્ડ નં. 5 ના રસ્તાઓ પર આવેલ ખાડાઓ ઝડપથી પુરવા પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરે અને નાગરિકોને સલામત અને સરળ અવર જવર સુવિધા ઉપલબ્ધ થાય અને સાચી રીતે સ્માર્ટ સિટી બનાવવા માટે સત્તાધીશોએ પૂરું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.