Vadodara

સ્માર્ટ મીટરના સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સામે જાણે મંત્રી હોય એ રીતે કોર્પોરેટર મનીષ પગારેનો વાણી વિલાસ



વડોદરા: ભાજપ સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ મીટર સામે પાર્ટી લાઈનની વિરૂધ્ધ જઈને વડોદરાના કોર્પોરેટર મનીષ પગારેએ વાણી વિલાસ કરતા ભાજપના આગેવાનોમાં તે ચર્ચાનું કારણ બન્યા છે. પોતે કોર્પોરેટર હોવા છતાં જાણે મંત્રી હોય તે રીતે પગારે એ સરકારી તંત્ર એવા એમજીવીસીએલ સામે બળાપો ઠાલવ્યો હતો.

વોર્ડ 12ના કોર્પોરેટર મનીષ પગારે રજૂઆત કરવા આવેલા લોકોને કહ્યું હતું કે કોઈપણ માઈનો લાલ તમારી પાસે જબરદસ્તી ઉઘરાણી કરવા આવે અને લાઇટ બિલ કાપે તો તમારે તમારા કોર્પોરેટરને બોલાવવાના. તમારે મારો સંપર્ક કરવાનો. આપણે આટલા લોકો આવ્યા છે, તો એ લોકો ઊભી પૂંછડીએ ભાગી ગયા છે, તો એ શું આપણા મોહલ્લા-ગલીમાં આવે. જેનું પણ કનેક્શન કપાય ગયું હોય એ મારો સંપર્ક કરજો, તાત્કાલિક ચાલુ કરાવી દઈશ, નહીં તો આ લોકોને અહીં બેસવા નહીં દઉં. આપણે કાયદો હાથમાં લેવાનો નથી. આપણે પરિણામ લાવવાનું છે. આજે કોઈ નિર્ણય નહીં આવે તો આપણે કાલે ફરીથી ભેગા થઈશું. કોઈ વિસ્તારમાં લાઈટ જાય તો મારો સંપર્ક કરજો.

Most Popular

To Top