આજની સુરતની યુવતીઓ માત્ર હોમ મેકર ન રહીને ઘર મેનેજ કરવાની સાથે બિઝનેસ માઇન્ડેડ બની છે. છેલ્લાં થોડા વર્ષોમાં આપણને સુરતમાં સ્ટાર્ટઅપ હેઠળ ઘણાં ઇનોવેટિવ બીઝનેસ શરૂ થયેલા જોવા મળી રહ્યાં છે જેમાં ઘણી મહિલાઓએ સફળતા મેળવી છે. કોવિડ બાદ ઘણાં નવા ઇનોવેટિવ બિઝનેસ ઉભા થયા અને એની સાથે સ્ટાર્ટઅપ શબ્દ શું છે તેનો ખ્યાલ વિસ્તરતો ગયો. સ્ટાર્ટઅપ માત્ર બિઝનેસ નથી તે લોકોની સમસ્યા, પ્રોબ્લેમ્સનું નિરાકરણ લાવી અર્નિંગ કરવાનું માધ્યમ છે. આજે 8 માર્ચ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે (International Women’s Day) છે. આ વિશેષ દિવસના અવસર પર આવા ઇનોવેટિવ બિઝનેસ શરૂ કરવાની પહેલ કરનારી સુરતની યુવતીઓના ડાયમંડ, કન્સ્ટ્રકશન, ફૂડ, સ્ત્રીઓને રિલેટેડ હાઇજીન પ્રોડક્ટ, પેટ રિલેટેડ યુનિક સ્ટાર્ટઅપ શું છે, તેના માટે ફાઇનાન્સ કઈ રીતે ઉભું કર્યું, તેમણે સ્ત્રી તરીકે શું ચેલેંજીસ ફેસ કરવા પડ્યા, સુરતમાં અને દેશ-વિદેશમાં તેમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તે જાણીએ…
ઘર ડિઝાઇન કરાવવા માંગનાર અને આર્કિટેક્ટને ડિજિટલ પ્લેટફોર્મ આપીએ છીએ : પરિષી અટોદરિયા
પરિષીએ જણાવ્યું કે જ્યારે લોકડાઉન હતું ત્યારે કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝ ઝીરો થઈ ગઈ હતી ત્યારે કન્સ્ટ્રકશન સર્વિસીસને ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સ્ટાર્ટ અપ શરૂ કર્યું. અમે એવી ફિમેલ આર્કિટેક્ટ કે જેઓ કોઈ કારણથી ઘરની બહાર કામ માટે નથી જઇ શકતી તેમને ઘર બેઠા ડિઝાઇનિંગના વર્ક આપ્યા અને તેમના બદલે અન્ય પુરુષ આર્કિટેક્ટ સાઇટ પર જાય છે. અમે જેને મકાનમાં ઇન્ટિરિયર કરાવવું છે અને જે ઇન્ટિરિયર ડિઝાઈનર છે તેમની વચ્ચે કડી બની બંનેની ડિજિટલ પ્લેટફોર્મ પર મિટિંગ કરાવીએ છીએ. મકાન ડિઝાઇન કરાવવા માંગનારને આર્કિટેક્ટના બે-ત્રણ ઓપ્શન્સ અપાવીએ છીએ. તો બીજી તરફ જે આર્કિટેક્ટ કે ડિઝાઇન કરી આપનારને કામ નથી મળતું તેમને કામ અપાવીએ છીએ. આ સ્ટાર્ટ અપ માટે શરૂઆતમાં અમારું પોતાનું ફન્ડિંગ હતું પણ અત્યારે અમે ફન્ડ્સ મળે છે. અમે ઇન્ડિયાની 68થી વધુ સિટીમાં 438થી વધુ પ્રોજેકટ પુરા કર્યા છે.
પોટ્ટી ટ્રેનિંગ સ્પ્રેથી પેટને ક્યાં પોટ્ટી કરવી શીખવાડાય છે: નિષમા સિંઘલ
નિષમા સિંઘલે જણાવ્યું કે મારે કાંઈક અલગ બિઝનેસ કરવો હતો એવામાં મેં જોયું કે મારી ભત્રીજીનો ડોગ ગમે ત્યાં પોટ્ટી કરતો તેથી તે થોડી પરેશાન હતી. મેં આ વિષય પર પેટ પેરેન્ટ્સ, ગ્રુમર વગેરે સાથે વાત કરતા આ સમસ્યા બધે જણાઈ હતી એટલે મારા સ્ટાર્ટ અપ થકી પોટ્ટી ટ્રેનિંગ સ્પ્રે પ્રોડક્ટ બનાવી. પહેલા પેટ ગમે ત્યાં પોટ્ટી કરે તો તેની પર ખીજવાતા પણ હવે તે જ્યાં પોટ્ટી કરે ત્યાં એક તરફ એ સ્પ્રે છાંટવામાં આવે ઉપરાંત સ્પ્રેની સ્મેલ એના નાક સુધી પહોંચે અને સૂંઘતો થાય એટલે એની પર વ્હાલ વરસાવવામા આવે એટલે પછી જ્યાં સ્પ્રે છાંટવામાં આવે ત્યાં એ પોટ્ટી કરતો થાય. એક મહિલા તરીકે મેં અનોખું સ્ટાર્ટઅપ કરતા મને લોકો તરફથી મને અને મારા બીજા પ્રોડકટ્સને પણ સારું પ્રોત્સાહન મળ્યું છે.
ફૂડ ડિલિવરી પ્લેસીઝ માટે ઇલેક્ટ્રિક વેહિકલ આપું છું : પ્રજ્ઞા મિત્તલ
પ્રજ્ઞા મિત્તલે જણાવ્યું કે હું ગ્રીન ઇન્ડસ્ટ્રી સાથે પહેલાંથી સંકળાયેલા હતી મેં લોકડાઉન વખતે જોયું હતું કે બધું જ બંધ છે પણ હોમ ડિલિવરીથી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. એટલે અમે ગ્રીન મોબીલટીનો કોન્સેપ્ટ અપનાવી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક બાઇક વસાવી તેના માટે પાર્કિંગ તૈયાર કર્યા ઇ-કોમર્સ થકી ફૂડ અને અન્ય વસ્તુઓની ડિલિવરી કરતી કમ્પનીઓને આ વેહિકલ અને માણસો પુરા પાડીએ છીએ. મેં સેમ્પલના ઇલેક્ટ્રિકલ વેહિકલ જાતે ખરીદ્યા બાકી વેહિકલ માટે લોન ફંડ મેળવ્યું છે. મારા આ સ્ટાર્ટઅપને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે કેમકે, આખા ગુજરાતમાં બીજા કોઈ પાસે આવો કોન્સેપ્ટ નથી.
નાની દુકાનોને સેલિંગના બિલ અમારી એપ બનાવી આપે છે, બિલ-સ્ટોકની માહિતીથી રાખે છે અપડેટ: મયુરી રૂપારેલ
મયુરીએ જણાવ્યું કે, 2021માં અમે નાના દુકાનદારો, નાના ફૂડ બિઝનેસ માટે એક એવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું કે જો દુકાનમાં કોમ્પ્યુટર રાખવા જેટલી જગ્યા પણ ના હોય તો પણ તેમની બીલ જનરેટ કરવાનું કામ અને તેમના ઇન્વેન્ટરીની માહિતી અમારી એપથી મળી શકે. તેઓના મોબાઈલમાં અમારી એપ હશે તો તેમના સેલિંગના બિલ અમારી એપ જનરેટ કરી આપશે.વળી, દુકાનદાર કશે પણ હોય તેના દુકાનમાં સ્ટોકની લેટેસ્ટ માહિતી પણ અમારી એપથી મળશે. અમારી ફર્મ ફન્ડેડ છે, અમારો બિઝનેસ 15 કન્ટ્રીમાં છે, 2600-2700 કસ્ટમર છે. શરૂઆતમાં મને એક મહિલા તરીકે આ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં તકલીફ એ થઈ હતી કે અમુક ઇન્વેસ્ટર્સ મહિલા તરીકે થોડો પક્ષપાત કરતા હોવાનું જણાયું હતું.
નેચરલ અને લેબગ્રોન ડાયમંડને સેગ્રીગેટ કરવા સ્ક્રીનીંગ
ફેસાલીટી શરૂ કરી છે: સ્વાતિ સેઠી
સ્વાતિ સેઠીએ જણાવ્યું કે જેમ ગોલ્ડ ટેસ્ટિંગ માટે હોલમાર્ક છે, તેમ નેચરલ ડાયમંડમાં ચિટિંગની રોકધામ માટે પણ કોઈ માર્ક હોવુ જોઈએ એટલે અમે અદ્યતન ટેકનોલોજીથી રિયલ અને લેબગ્રોન ડાયમંડને સેગ્રીગેટ કરવા સ્ક્રીનીંગ ફેસાલીટી શરૂ કરી. અમે સ્ક્રીનીંગ ઉપરાંત રિયલ ડાયમંડ પેકેટના non tearable sealing, ડાયમંડ જ્વેલરી સ્ક્રીનીંગ, ટેગીંગ અને ગ્રેડિંગ પણ કરીએ છીએ અમે વ્યાજબી ભાવે એક-બે દિવસમાં જ ટેસ્ટિંગ કરી આપીએ છીએ જ્યારે મોટી કંપનીઓ આમાં સમય લેતી હોય છે. અમે ડાયમંડની કલર કલેરિટી પણ બતાવીએ છીએ. અમારા આ સ્ટાર્ટઅપ માટે અમે કોઈ ફન્ડ નથી લિધુ. વિદેશી કંપનીઓ અમારા સ્ક્રીનીંગ અને ગ્રેડિંગ પર વિશ્વાસ રાખે છે. મને આ સ્ટાર્ટઅપ માટે મારા ફેમિલી તરફથી સારો સપોર્ટ મળ્યો છે અને બીજા લોકો પણ સહકાર આપે છે.
પ્લાસ્ટિક અને કેમિકલ ફ્રી સેનેટરી પેડ માટે 40 વેન્ડિંગ મશીન લગાવ્યા: ભાગ્યશ્રી સોની
ભાગ્યશ્રી સોનીએ જણાવ્યું કે મારી દાદીને કેન્સર થયું હતું. તેને લઈને રિસર્ચ કરતા જાણવા મને મળ્યું હતું કે સેનેટરી પેડમાં પ્લાસ્ટિક યુઝ થાય છે તેનાથી પણ કેન્સરની સંભાવના છે એટલે મેં મહિલાઓ માટે કાંઈક કરવા મારી પાર્ટનર શિવાની મિત્તલ સાથે મળીને કેમિકલ અને પ્લાસ્ટિક ફ્રી સેનેટરી પેડ, ટેમ્યૂન્સ અને મેન્સ્ટ્રુઅલ કપ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવ્યા. આ માત્ર કોટનના પેડ બનાવતા હોવાથી ગરમી, ખંજવાળ, લિકેજની સમસ્યામાં મુક્તિ મળે છે. એનવાયરમેન્ટ અને બોડીને ઉપયોગી હોવાથી તેના 40 વેન્ડિંગ મશીન સ્કૂલ, કોલેજ, કોમર્શ્યલ પ્લેસીસ પર મુક્યા. સુરત બહાર પણ આવા મશીન મુકયા છે. આ સ્ટાર્ટ અપ માટે અમે અમારા પૈસા લગાવ્યા છે ફન્ડિંગ નથી લીધું.