કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના કુલ 161 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ 144 છે જ્યારે 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 3 પેશન્ટ રિકવર થયા છે જ્યારે 1નું મોત થયું છે. કોરોના સામેની લડત અને સાવચેતી અંગે ગઇકાલે સુરત મહાનગર પાલિકાના કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા ફીલ્ડ પર 150 જેટલા ફ્યુગિંમેશન મશીનરી દ્વારા સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ 12 ફાયર ફાઈટર મશીનરી, 4 ટ્રેક્ટર તેમજ 200 મેનપાવર સાથે ફ્યુગિંમેશન કરવામાં આવી રહ્યું છે. . તેમજ છેલ્લાં પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા આરોગ્યના કર્મચારીઓને પણ જરૂર પડ્યે તો બોલાવાશે, તેમજ 31-03ના દિવસે નિવૃત્ત થયેલા 7 કમર્ચારીઓને પણ ફરજ માટે રાખવામાં આવ્યા છે. તેમજ છેલ્લાં પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા 184 કર્મચારીઓને પણ ફોન કોલ કરીને ફરજ માટે હાજર થવું પડે તો તૈયારી રાખવા જણાવાયું છે. મનપાએ સંવેદના સુરત કેર કાર્યક્રમ અંતર્ગત લોકડાઇન થયું ત્યારથી અત્યાર સુધીમાં 3.49 લાખ લોકો માટે ભોજનની વ્યવસથા કરી છે. જેમાં 1296 દિવ્યાંગો અને વૃદ્ધોને ભોજન આપ્યું છે, તેમજ રેનબસેરામાં રહેતા 800 લોકોને ભોજનની વ્યવસ્થા કરી છે. સાથે જ એન.જી.ઓ. દ્વારા 3,27,124 લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરમાં ગુરુવારે સવારે સ્મીમેરમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસથી શંકાસ્પદ પારૂલબેન રાઠોડનું મોત થયું હતું. જેઓ ફૂલપાડા વિસ્તારનાં હતાં. તેમની ઉંમર 36 વર્ષની હતી. કોરોના વાયરસનાં લક્ષણ હોવાથી તેમને સ્મીમેરમાં સારવાર માટે ખસેડાયાં હતાં. અને તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ તેમનો રિપોર્ટ હજી સુધી આવ્યો ન હતો. પરંતુ રિપોર્ટ આવતા પહેલાં જ તેમનું મોત થતાં અશ્વિનીકુમાર સ્મશાનભૂમિ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના હેલ્થ વિભાગનાં ડે. કમિશનર આશિષ નાયકના આદેશ અનુસાર એકતા ટ્રસ્ટ દ્વારા તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અને અંતિમવિધિ બાદ સમગ્ર અશ્વિનીકુમાર સ્મશાનભૂમિને સેનિટાઈઝ પણ કરાઈ હતી. પરંતુ ત્યારબાદ એ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સુરતમાં કોરોનાના વધુ 5 શંકાસ્પદ કેસ
By
Posted on