Sukhsar

સુખસરના જય અંબે પદયાત્રા સંઘ દ્વારા અંબાજી ખાતે 52 ગજની ધજા ચડાવાઇ

જય અંબે પદયાત્રા સુખસરનો સંઘ 1997 થી શરૂ થયો, હાલ 29 વર્ષ પૂર્ણ કર્યા

( પ્રતિનિધિ ) સુખસર,તા.5
હિન્દુ ધર્મ ભારતીય ઉપ મહાદ્વીપ માંથી ઉદભવેલો ધર્મ છે.આ ધર્મને તેના અનુયાયીઓ સનાતન ધર્મ તરીકે પણ ઓળખે છે.હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતા ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મ છે. તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે.વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમૂહનો સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. 92 કરોડ અનુયાયીઓ દ્વારા સાથે હિન્દુ ધર્મ, ખ્રિસ્તી અને ઇસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. હિન્દુ ધર્મના લોકો અનેક દેશોમાં વસવાટ કરે છે.અને અલગ-અલગ પંથ દ્વારા માન્યતા રાખી દેવી-દેવતાઓમાં શ્રદ્ધા અને આસ્થા રાખી તહેવારની ઉજવણી કરતા હોય છે.તેવી જ રીતે ભાદરવી પૂનમનું પણ અનેરૂ મહત્વ છે. ભાદરવી પૂનમે હજારો લોકો માં અંબાના દર્શનાર્થે પગપાળા જવાની પરંપરા વર્ષોથી ચાલી આવેલી છે.હિન્દુ ધર્મમાં અનેક તહેવારો સ્થાન ધરાવે છે. જેમાં ભાદરવી પૂનમનું પણ અનેરૂ મહત્વ છે.જેમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યોમાંથી પણ અનેક લોકો અંબાજીના દર્શને પગપાળા જવાની વર્ષોથી પરંપરા ચાલી આવેલી છે.અને અનેક સંઘો પગપાળા અંબાજી દર્શનાર્થે જાય છે.જેમાં વર્ષ 1997થી જય અંબે પદયાત્રા સંઘ સુખ સુખસર પગપાળા સંઘ જઈ રહ્યો છે.જેના ચાલુ વર્ષે 29 વર્ષ પૂર્ણ થયા છે.

આ સંઘ 27 ઓગસ્ટ 2025 ના રોજ બપોરના બે કલાકથી સુખસર ગામેથી પ્રસ્થાન થઈ અંબાજી જવા રવાના થયો હતો. આ સંઘ દાહોદ જિલ્લાનો પ્રથમ સંઘ તરીકે ગણાય છે. સંઘે બારસના દિવસે 52 ગજની ધજા માં અંબાના સાનિધ્યમાં અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હોવાનું જાણવા મળે છે.આમ જય અંબે પદયાત્રા સંઘ સુખસર દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી ખાતે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા માં અંબાના દર્શનાર્થે પગપાળા જઈ દર્શન કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top