National

સીએમ ગહેલોતે ફરી તાક્યું પાયલોટ પર નિશાન,ગદ્દાર કહેતા આવી પ્રતિકિયાઓ…

નવી દિલ્હી : રાજેસ્થાનની (Rajasthan) રાજનીતિના (Politics) નવા-નવા દાવપેચો ખુલીને સામે આવી રહ્યા છે. સીએમ અશોક ગહેલોત (Ashok Gehlot) અને રાજેશ પાઇલોટ (Rajesh Pilot) વચ્ચેના વિવાદો કોઈનાથી છુપા રહ્યા નથી. સીએમ ગહેલોતે ફરી પાયલોટ પર નિશાન તાકીને તેમને ગદ્દાર કહી દેતા મુદ્દો ગરમાયો છે. આગામી મહિને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઇને મધ્યપ્રદેશથી રાજેસ્થાન આવે છે ત્યારે પાઇલોટને મુખ્યમન્ત્રી બનાવવાની માંગને લઇને રાજેસ્થાનમાં દર બે દિવસે વિવાદોનો મધપૂડો છછેડાતો રહે છે. અને આવામાં અશોક ગહેલોતે કહ્યું હતું કે પાયલોટે તો ગદ્દારી કરી છે. તે મુખ્યમંત્રી બનવા માટે યોગ્ય નથી. તેમનેતો 10 એમએલએના પણ સમર્થન નથી.

હું પાર્ટીના આલાકમાંનની સાથે જ છું
ગેહલોતનું આ નિવેદન સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે પાયલટોએ વિશ્વાસઘાત કર્યો છે. તેનો વિરોધ હું અને અમારા ધારાસભ્યોએ ઉઠાવ્યો છે.પાઇલોટને કારણે અમારે 34 દિવસ સુધી હોટલમાં રહેવું પડ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ સામેલ હતા. સીએમના સવાલ પર ગેહલોતે કહ્યું કે મારી પાસે હાઈકમાન્ડ તરફથી કોઈ સંકેત નથી. હું હાઈકમાન્ડની સાથે છું. પાયલોટને કોઈ સ્વીકારશે નહીં.

રાજસ્થાનમાં ન્યાય થશે
ગહેલોતના નિવેદન બાદ આ તરફ પાયલટેની પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. તેઓ જણાવે છે હાઈકમાન્ડ રાજસ્થાન સાથે ન્યાય કરશે. મેં મારા દિલની વાત અજય માકન અને હાઈકમાન્ડને કહી છે. રાજસ્થાનમાં સરકાર આવે તે જરૂરી છે. હું ત્રણ વખત સીએમ બન્યો છું. મારે સીએમ રહેવું જરૂરી નથી. સર્વે કરાવો. જો મારા મુખ્યમંત્રી સાથે સરકાર બની શકે તો હું આ ખુરશી ઉપર હોતે. જો બીજા ચહેરા સાથે સરકાર બનાવી શકાતી હોય તો તેને પણ જવાબદારી સોંપો.

પાઇલોટને કારણે પાર્ટીનો માહોલ ખરાબ થયો છે
ગહેલોતે કહ્યું હતું કે મતભેદ થાય તે એક સામાન્ય બાબત છે. આ બગાવત 25 સપ્ટેમ્બરની નથી પણ 2019 ની છે. અમારે 34 દિવસ હોટેલમાં રહેવું પડયું હતું.25 સપ્ટેમબરે અમે 90 લોકો એકત્ર હતા.જેઓએ સરકાર બનાવવા સહયોગ કર્યો હતો. સરકારતો ત્યારે પણ નહિ બચી શકતે.વગર હાઇકામને કોઈ સીએમ સરકાર નહિ બચાવી શકે. અને તે લોકો હતા જેઓએ સરકાર બનાવવા માટે સહયોગ કર્યો હતો.એક ગદ્દારી કરેલ વ્યકિતને કેવીરીતે સી.એમના ચહેરા માટે સ્વીકારી લેવાય..

.

Most Popular

To Top