Vadodara

સીએમ અને સીઆરના આગમન પહેલા શહેરમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા

ક્રાંતિકારી સેના દ્વારા ફરીવાર પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ બેનરો લગાવાયા



ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રવિવારે ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન માટે વડોદરામાં આવે તે પહેલા ફરી એકવાર ક્રાંતિકારી સેનાએ શહેરમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ બેનર લગાવ્યા છે. ખરેખર ક્રાંતિ સેનાના નામે કોણ આ હરકત કરી રહ્યું છે તે સવાલો પણ ઊભા થયા છે.



નમો-કમલમ કાર્યાલયની તકતી અનાવરણ માટે રાજ્યના મુખ્યમંત્રી, ગૃરાજ્યમંત્રી સહિત પ્રદેશ ઉપાધ્યક્ષ વડોદરા આવવાના હોય તે પહેલા વડોદરાના નારાજ લોકોની વેદના ક્રાંતિકારી સેનાએ બેનર રૂપમાં જાહેર કરી કે ભાજપના જ કોઈ જૂથનું આ કૃત્ય છે તે અંગે ચર્ચા જાગી છે.

શહેરના કલેકટર ઓફિસ સામે અને વાસણા રોડ પર પાર્ટીની કામગીરીના વિરોધી પોસ્ટર લગાડવામાં આવ્યા છે.



” મોદી સાહેબ તમારા બનાવેલા નેતા લોકોને ઉલ્લુ બનાવે છે ” તેવા સ્લોગન સાથે હેસ ટેગ #PROModi , #AntiModi લખી પોસ્ટર જાહેરમાં લગાવ્યા છે.

વડોદરાના લોકોની દુઃખી વાતો સાંભળી ક્રાંતિકારી સેના આવા પોસ્ટર લગાવતી હોય તો એ લગાડનાર ખુલ્લામાં કેમ આવતા નથી એ સવાલ પણ પૂછાઈ રહ્યો છે.

શું ખરેખર દરેક વોર્ડના કોર્પોરેટરો કામ નથી કરતા ? શું ધારાસભ્ય ફક્ત ધારાસભ્ય બનવા માટે વોટ માંગવા આવ્યા હતા ?કેમ ક્રાંતિકારી સેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ રજુઆત કરવા માંગે છે ? શું વડોદરાના નગરજનોનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પરથી ભરોસો ઉઠી ગયો છે ? કે પછી આ કોઈ આંતરિક રાજકીય સ્ટંટ છે તે તપાસ માગી લેતો વિષય છે.

Most Popular

To Top