( પ્રતિનિધિ )વડોદરા,તા.4
પશ્ચિમ રેલ્વે, રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ સુધારો અમલમાં મૂકી રહ્યું છે. તત્કાલ ટિકિટ હવે સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ વન ટાઈમ પાસવર્ડની ચકાસણી પછી જ જારી કરવામાં આવશે. આ ઓટીપી બુકિંગ સમયે મુસાફર દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે અને સફળ ઓટીપી ચકાસણી પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક જણાવ્યા અનુસાર, ઓટીપી-આધારિત તત્કાલ પ્રમાણીકરણ સિસ્ટમ શરૂઆતમાં 1 ડિસેમ્બર, 2025 થી ટ્રેન નં. 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં લાગુ કરવામાં આવી હતી. આ ઓટીપી આધારિત તત્કાલ પ્રમાણીકરણ સિસ્ટમ હવે 5 ડિસેમ્બર આજથી ટ્રેન નં. 12227/12228 મુંબઈ સેન્ટ્રલ – ઈન્દોર દુરંતો એક્સપ્રેસ, ટ્રેન નં. 12239 મુંબઈ સેન્ટ્રલ – હિસાર દુરંતો એક્સપ્રેસ, ટ્રેન નં. 12267/12268 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ, ટ્રેન નં. 12297 અમદાવાદ – પુણે દુરંતો એક્સપ્રેસ, ટ્રેન નં. 12462 સાબરમતી – જોધપુર વંદે ભારત, ટ્રેન નં. 12951 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી રાજધાની તેજસ, ટ્રેન નંબર 12953 મુંબઈ સેન્ટ્રલ – હઝરત નિઝામુદ્દીન એકે રાજધાની તેજસ એક્સપ્રેસ, ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, જ્યારે, નવી સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટર, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઇટ અને આઈઆરસીટીસી મોબાઇલ એપ દ્વારા કરવામાં આવતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ ફેરફારનો ઉદ્દેશ્ય તત્કાલ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટની વધુ સારી એક્સેસ પ્રદાન કરવાનો છે. મુસાફરોને બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર પ્રદાન કરવા વિનંતી કરવામાં આવે છે. જેથી ઓટીપી ચકાસણી સરળ બને. પશ્ચિમ રેલ્વે તમામ મુસાફરોને આ મહત્વપૂર્ણ ફેરફારની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.