સાવલી; સાવલી તાલુકામાં પરોઢ થી જ ધોધમાર વરસાદ ચાલુ થતા દિવસ ભર કુલ 40 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સીઝનનો કુલ 550 મિમી વરસાદ નોંધાયો છે. વરસાદ ના પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

સાવલી તાલુકામાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે નગરના સરદાર નગર, ગિરધર નગર, તલાવડી વિસ્તાર, જન્મોત્રી રોડ, ભીમનાથ મહાદેવ વિસ્તાર, રિલાયન્સ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને નગરપાલિકાની કામગીરીની પ્રિ મોન્સુન કામગીરી પોલ ખુલી જવા પામી હતી.

છેલ્લા 24 કલાકમાં 53 મીમી વરસાદ વરસ્યો હતો જેમાં આજે સવારે છ થી આઠમાં 4 મીમી 10 થી 12 માં 30 મીમી અને 12 થી 2 માં 6 મીમી વરસાદ મળી કુલ 10 કલાકમાં 40 મીમી વરસાદ વરસતા સીઝનનો કુલ 550 મીમી વરસાદ નોંધાયો છે.

સાવલી તાલુકા માં ધોધમાર વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે થઈ હતી અને
ઉપરવાસનાં ભારે વરસાદ ને પગલે મહી નદીમાં નવા નીર આવ્યા હતા
મહીસાગર જિલ્લા માં બે દિવસથી પડી રહેલા વરસાદ અને કડાણા ડેમમાં પાણી છોડવાના પગલે મહી નદીનાં જળ સ્તર માં સતત વધારો જોવા મળ્યો હતો
જેના પગલે સાવલી અને ડેસર તાલુકા નુ વહીવટી તંત્ર સાબદુ થયું હતું અને સાવલી નાં લાંછન પુર, કનોડા પોઇચા, ,ભાદરવા જેવા નદી કિનારે આવેલ ગામો ને એલર્ટ કરાયા છે
હજી પણ ભારે વરસાદ પડવા ની શક્યતા ની આગાહી ને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકો ને નદી માં ન જવા માટે અપીલ કરવા માં આવી છે અને સતત વરસાદ અને નદીના જળસ્તર પર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે ..