Madhya Gujarat

સારોલ સરપંચ દિલ્હીની પરેડના સાક્ષી બનશે

આણંદ તા 23
આણંદ જિલ્લાનું છેવાડાનું ગામ એવું વિકસિત ગામ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે સારોલ ગામની પ્રજાલક્ષી સુખ-સુવિધા નોંધનીય બની રહી છે. તે વચ્ચે સારોલ ગામના સરપંચ નટવરસિંહ જાદવને દિલ્હી ખાતે પરેડ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે.
વિકસિતગામ તરીકે આગળ ધપી રહેલ બની સારોલ ગામના સરપંચ નટવરસિંહ જાદવ આગામી તારીખ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નવી દિલ્હીમાં કર્તવ્યપથ ખાતે આયોજિત પરંપરાગત પરેડના કાર્યક્રમ તેમજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાંથી મર્યાદિત સંખ્યામાં આ પ્રકારે આમંત્રણ મળ્યા છે. ત્યારે બોરસદ તાલુકાના સારોલના સરપંચ નટવરસિંહ જાદવને પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન રાજધાની દિલ્હી ખાતે યાેજાનાર પરેડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળતા ગામ સાથે સમગ્ર આણંદ જિલ્લાનું ગૌરવ પણ વધ્યું છે. જે બદલ સરપંચને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યાં હતાં.

Most Popular

To Top